News of Monday, 15th December 2025
પરપ્રાંતમાંથી દારૂની હેરાફેરી માટે ખોટા દસ્તાવેજો બનાવી ગુન્હા આચરતી ભારાઇની ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ આક્રમક પગલા લેતી જૂનાગઢ પોલીસઃ તાલાલા- માંગરોળ- પોરબંદર પંથકના ૪ શખ્સો જેલહવાલે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫: જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેર-કાયદેસર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવળતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે તેમજ હાલમાં ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગરનાઓ સમગ્ર ગુજરાત રાજયમાં ૧૦૦ કલાક અંતગર્ત લુખ્ખા, ટપોરી, શરીર સબંધી તેમજ પ્રોહીબીશન જેવા ગુન્હાઓમાં અવાર-નાવર સંડોવાયેલ હિટલીસ્ટ ગુન્હેગારોની યાદિ તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવળતિ સાથે સંકળાયેલ ઇસમોની ગુન્હાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય. જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તૈયાર કરવામાં આવેલ યાદિ પૈકી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં તેમજ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવળતિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લીસ્ટેડ બુટલેગર રવિ હમીરભાઇ અરજણભાઇ ભારાઇ રબારી રહે. ‘ગાત્રાળ કૃપા' મકાન કસ્તુરબાગ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, દોલતપરા હાલ રહે.ગાંધીગ્રામ, તેજસ સ્કુલની બાજુમાં, જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, પંજાબ, રાજસ્થાન, દિવ-દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર રવિ હમીરભાઇ ભારાઇએ મોટો આર્થિક નફો મેળવવા વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનુ જણાઇ આવતા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રવિ હમીરભાઇ ભારાઇ અગાઉ પણ ઘણા ગુન્હાઓ પકડાયેલ તથા તેની સાથે ગુન્હામાં સંકળાયેલ અન્ય આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે જૂનાગઢ શહેર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.કળણાલ એમ.પટેલ મારફતે તપાસ કરાવતા, ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) રવિ હમીરભાઇ ભારાઇ,રબારી, વિરૂધ્ધમાં કુલ-૧૫ (૨) વિપલ ઉર્ફે પુંજો રામભાઇ ઉર્ફે સરમણભાઇ કમાભાઇ ખાંભલા, રબારી વિરૂધ્ધમાં કુલ-૪ (૩) રાજુભાઇ ખેતાભાઈ નગાભાઈ કરમટા, રબારી વિરૂધ્ધમાં કુલ-૫ (૪) મનાભાઇ કાનાભાઇ કારાભાઇ કટારા, રબારી વિરૂધ્ધમાં કુલ-૩ (૫) રામા નારણભાઈ ઘુઘાભાઈ ચોપડા, રબારી વિરૂધ્ધમાં કુલ-૧૭ (૬) કિશોર ઉર્ફે કીશલો દેવશીભાઇ ઉર્ફે દેવજીભાઇ વાઘેલા, દેવીપુજક વિરૂધ્ધમાં કુલ-૨૧ ગુન્હાઓમાં પકડાયેલ છે.
આમ, આરોપી રવિ રબારી રહે. જુનાગઢ સહિત છ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન, મારા-મારી, ઈજા સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાઇ આવેલ તેમજ આ ગેંગના સાગરીતો સાથે મળીને નાણાંકીય લાભ લેવાના હેતુથી હરીયાણા, પંજાબ, રાજસ્થાન, દિવ -દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજયમાંથી ગેર-કાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની આયાત માટે વાપરેલ ટ્રક/વાહનોના એન્જીન/ચેસીસ નંબર સાથે છેડા કરી, ખોટા ટ્રાન્સપોર્ટ બીલો/GST બીલો બનાવી પોતાના આર્થિક ફાયદા માટે પોતાની ગેરકાયદેસર પ્રવળત્તિ ચાલુ રાખવા ટોળકી બનાવી આર્થિક ગુનાઓ આચરતી હોવાનુ જણાઇ આવતા. આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ છ આરોપીઓની ગેંગ વિરૂદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ મુજબ કાર્યવાહી કરવી જરૂરી જણાતી હોય. જેથી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ.કળણાલ એમ.પટેલ દ્વારા રવિ હમીર ભારાઇ તથા તેની ગેંગના કુલ-૫ આરોપીઓ વિરૂધ્ધના ગુન્હાહિત ઇતિહાસ સહિતના પુરાવાઓ એકઠા કરી પોલીસ મહાનિરીક્ષકશ્રી જૂનાગઢ વિભાગ જૂનાગઢનાઓ પાસેથી વિગતવારના રીપોર્ટ સહ મંજુરી માંગતાં ગુન્હો રજીસ્ટર થવા મંજુરી આપતાં જૂનાગઢ શીલ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ. આગળની તપાસ જૂનાગઢ શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાને સોંપવામાં આવેલ છે.
ગુજસીટોક ધારા હેઠળ હસ્તગત કરેલ આરોપીઓ (૧) વિપુલ ઉર્ફે પુંજો રામભાઇ ઉર્ફે સરમણભાઇ કમાભાઇ ખાંભલા, રહે. તાલાળા, ધારેશ્વર સોસાયટી, રેલ્વે પાટની બાજુમાં, વિરપુર રોડ (૨) રાજુ ખેતાભાઈ નગાભાઈ કરમટા, રહે. રૂદલપુર વાડી વિસ્તાર તા. માંગરોળ (૩) મના કાનાભાઈ કારાભાઈ કટારા, રહે. કાટવાણા ગામ, પાણીના કુંડની બાજુમાં તા.જી.પોરબંદર (૪) રામા નારણભાઇ ઘુઘાભાઈ ચોપડા, રહે. તાલાલા, નર્સર ટેકરી, ખોડીયાર ગરબી ચોકની ધરપકડ કરવામાં આવી છે.
અટક કરવા પર બાકી આરોપીઓ (૧) રવિ સ/ઓ હમીરભાઇ ભારાઇ રબારી રહે. જુનાગઢ(૨) કિશોર ઉર્ફે કિસ્લો દેવશી ઉર્ફે દેવજીભાઇ વાઘેલા, દેવીપુજક રહે.ઉમરેઠી ગામ, તા.તાલાલા છે.
આ કામગીરીમાં જૂનાગઢ શહેર ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તથા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.કળણાલ એમ.પટેલ તથા પો.સબ.ઇન્સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ નિકુલ એમ.પટેલ તથા પોલીસ હેડ.કોન્સ. જીતેષ એચ. મારૂ તથા પોલીસ કોન્સ. દિપકભાઇ ચૌહાણ પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
