News of Monday, 15th December 2025
ગોંડલના મોવિયા ગામની સીમમાં ગાંજાનું વાવેતર પકડાયુઃરૂરલ એસઓજીનો દરોડો
૧.૪૧ લાખના ગાંજાના છોડ સાથે ભાગીયા છિતુ માવીની ધરપકડ

રાજકોટ તા. ૧પ :.. ગોંડલના મોવિયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાનું વાવેતર પકડી પાડી ભાગીયા આદિવાસી શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ગાંજાનું વેચાણ તથા ગાંજાનું વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી તથા પોલીસ સબ ઇન્સપેકટર પી.બી.મિશ્રા તથા એસ.ઓ.જી ના સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા પો.કોન્સ. હિંમતસિંહ પાલ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, છીતુ ઉર્ફે દિતુ સ/ઓ માંગલીયાભાઇ માવી રહે.હાલ મોવિયા ગામની સીમ તા.ગોંડલ વાળાએ જેન્તીભાઇ ગોરધનભાઇ હિરપરાનીની મોટા મારગ વાળી વાડી ભાગીયુ વાવવા માટે રાખેલ હોય, જે વાડી(ખેતર) માં માદક પદાર્થ ગાંજાના લીલા છોડ વાવેતર કરેલ હોય, જે હકિકત આધારે રેઇડ કરતા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ જેનું કુલ વજન ૨ કિલો ૮૨૭ ગ્રામ જેની કિ.રૂ.૧,૪૧,૩૫૦/ (અંકે રૂપીયા એક લાખ એકત્તાલીસ હજાર ત્રણસો પંચાસ પુરા) ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગોંડલ તાલુકા પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.
આ કાર્યવાહી રૂરલ એ.એસ.આઇ. વિપુલભાઈ ગુજરાતી, તથા પો.હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, નૈમીષભાઇ મહેતા, અનિરૂધ્ધસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઇ કોઠીવાર, હિમતસિંહ પાલ તથા વિપુલભાઇ ગોહિલ, તથા નવદિપભાઇ બાબરીયા તથા નિર્મળસિંહ ચુડાસમા, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા દ્રારા કરવામાં આવેલ છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
