<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં સામાન્‍ય ઘટાડોઃ ગિરનારમાં ૭.૭ ડિગ્રી

નલીયા ૧ર.૮, રાજકોટ ૧૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧પઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં આજે સામાન્‍ય ઘટાડો નોંધાયો છે.

ગિરનાર ઉપર ૭.૭ ડિગ્રી. નલીયા ૧ર.૮ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી, જામનગરમાં ૧પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) આજે સવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન સામાન્‍ય વધીને ૭.૭ ડિગ્રી નોંધાતા ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું.

ગઈકાલે રવિવારે ગિરનાર પર્વત પર ઠંડીનું પ્રમાણ ૬.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો સહેજ ઉપર ચડીને ૭.૭ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. પરંતુ ઠંડીથી ઙ્કવાસીઓને રાહત મળી ન હતી.

જુનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન ૧૨.૭ ડિગ્રી રહ્યું હતું જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨% રહેતા કાતિલ ઠારનું આક્રમણ થયું હતું સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૨ કિલોમીટરની રહેવા પામી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લઘુતમ તાપમાન-૧પસે. મહત્તમ તાપમાન-ર૯.પ સે., ભેજનું પ્રમાણ ૭ર% પવનની ગતિ ૪.પ કિ.મી. છે.

(1:40 PM IST)