News of Monday, 15th December 2025
વિરપુર ગામ નજીક કાગવડના પાટીયા પાસે વાહન હડફેટે અજાણ્યા વ્યકિતનું મોત
મૃતકના જમણા હાથ ઉપર સી.આર., આર.એસ. તથા ગીતા ત્રોફાવેલ છેઃ ઓળખ મેળવવા તપાસ તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ અજાણ્યા વ્યકિતનો મૃતદેહ નજરે પડે છે.

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા. ૧પ :.. વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી તેમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ મામલે અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂ કરવા અને તેમની ભાળ મેળવવા માટે વીરપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાગવડ પાટીયા નજીકના પુલ પાસે એક અજાણ્યા વ્યક્તિને કોઈ ઝડપી અને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી અને વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી આ અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતકના જમણા હાથ પર સીઆર અને આરએસ તથા ગીતા નામ ત્રોફાવેલું (ટેટૂ) છે ત્યારે આ મળતદેહ હાલ વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે. વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પણ નાગરિકને આ અજાણ્યા મળતક વ્યક્તિ અંગે કોઈ પણ માહિતી, વિગતો કે જાણકારી હોય તો તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬૨૯૩૭૫ પર સંપર્ક કરવા વિનંતી કરી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
