<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

વિજ વાયરોની ચોરી કરતી ગેંગ ઝડપાઇઃ ૮ શખ્‍સોએ ૧૧ ચોરી કબૂલી

અમરેલીના પાંચ, રાજકોટ, હાથીગઢ/બાબરા અને લીલીયા મોટાના શખ્‍સો ઝબ્‍બેઃ ઉના, લાઠી, બગસરા, બાબરા, ધારી, ટંકારા, રાજકોટ વિસ્‍તારની ચોરીના ભેદ ઉકેલાયાઃ અમરેલી પોલીસને સફળતા

(અરવિંદ નિર્મળ દ્વાર) અમરેલી, તા. ૧પઃ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્‍યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા આંઠ શકમદ ઇસમોને ચોરીના કેબલ વાયર તથા ચોરીના સાધનો તથા વાહનો સાથે પકડી પાડી, તેની સઘન પુછ પરછ કરતા અમરેલી સહિત અલગ અલગ જિલ્લાોઓમાં કરેલ કુલ- ૧૧ ચોરીઓની કબુલાત આપતા, પકડાયેલ આરોપી પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન, સાધનો તથા રોકડ રકમ તેમજ ચોરીના કેબલ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૧) દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઇ સોલંકી, રહે.અમરેલી, રોકડીયાપરા, સંકુલ ચોકડી, દાતાર ગેરેજની બાજુમાં, રામદેવનગર, (૨) સુનીલ કમલેશભાઈ સોલંકી, રહે.અમરેલી, સંકુલ ચોકડી, નવજીવન કાર વોશીંગની બાજુમાં, તા.જિ.અમરેલી મુળ રહે.ધોકડવા, તા.ઉના, (૩) નીતીન ઉર્ફે સુનીલ સુરેશભાઈ સોલંકી, રહે. અમરેલી, સંકુલ ચોકડી પાસે, ચતુરભાઇના ડેલાની પાછળ, (૪) મહંમદકૈફ હારૂનભાઈ અંસારી, રહે.રાજકોટ, જંગલેશ્વર, ભવાની ચોક, ઇમામ ખાનાની સામે, કાજલબેન વૈદ્યના મકાનમાં, મુળ રહે.રાજકોટ, મેટોડા જી.આઇ.ડી.સી., ગેટ નંબર ૩, જયોતિ કંપની પાછળ, (૫) રાહુલભાઈ નટુભાઈ સોલંકી (માળી), રહે.લીલીયા મોટા, જુના કોનીવાડ, હાલ રહે.બીકાનેર, સુજાનગઢ, વાર નં. ૪૨, શ્‍યામ મંદીર પાસે,  (૬) વિજયભાઇ ઉર્ફે હાથી ગોરધનભાઈ જસાણીયા, રહે.હાથીગઢ, તા.બાબરા, (૭) મોઇફભાઈ ઉર્ફે મોઈબો સલીમભાઈ હામજા, રહે. અમરેલી, મીની કસ્‍બાવાડ, શેરી નં.૧, (૮) નવનીતભાઈ દડુભાઈ સાથળીયા, રહે.અમરેલી, સીવીલ હોસ્‍પિટલ પાસે આવેલ ઝુપડપટ્ટીમા પાસેથી  (૧) રોકડા રૂ. ૧૦,૪૦૦/-, (૨) એલ્‍યુમિનીયમ ધાતુનો વાયર ૮૪ કીલો જેની કિ.રૂ.૧૬,૮૦૦/-,  (૩) વાયર કાપવા માટેના કટર નંગ - ૨ કિ.રૂ.૬,૦૦૦/-, ૪) એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ - ૮ કિ.રૂ. ૬૨,૦૦૦/-,  (૫) એક મહિન્‍દ્રા કંપીનીની  XUV ૫૦૦ મોડલની ફોર વ્‍હીલ કાર જેના રજી.નં.જીજે-૧૮-બીએ-૮૬૪૦ કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, (૬) એક મહિન્‍દ્રા કંપીનીની બોલેરો મોડલની ફોર વ્‍હીલ કાર જેના રજી.નં.જીજે-૦૧-ડીટી-૬૦૩૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૯૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી ગુનાઓની કબુલાત આપેલ છે.

એકાદ મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલભાઇ સોલંકી તથા નીતીન ઉર્ફે સુનીલ તથા નવનીત સાથળીયા તથા વિજય જસાણીયા, મોઇફ ઉર્ફે મોઇબો, મહમદકૈફ તથા મયુરભાઇ મુકેશભાઇ વણોદીયા એમ બધા દેવચંદની XUV ૫૦૦ ફોરવ્‍હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ ઉના તાલુકાના કંસારી ગામે PGVCL ના સબ સ્‍ટેશન ખાતે રાત્રીના સમયે ગયેલ. ત્‍યાંથી એલ્‍યુમિનીયમ તથા અન્‍ય ધાતુના વાયર આશરે ૬૫૦ કીલોની ચોરી કરેલ અને આ વાયરમાંથી અડધા જેટલો અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૧,૧૫,૦૦૦/- મા વહેચેલ અને તે પૈકીનો વેચવાનો બાકી હતો તે એલ્‍યુમિનીયમના બાચકા ભરી રાખેલ હોવાની હકિકત જણાવેલ.

ચારેક મહીના પહેલા અમરેલીથી બગસરા જતા રોડે આવેલ પાણીયા ગામની સીમમા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલભાઇ સોલંકી તથા નીતીન ઉર્ફે સુનીલ તથા નવનીત એમ ચારેય જણા દેવચંદની પીકઅપ બોલેરો લઇ વહેલી સવારના સમયે નદીના કાઠે આવેલ એક PGVCL ના સબ સ્‍ટેશનમાં પડેલ ઇલેકટ્રીક કંડકટર વાયર આશરે ૧૨૦૦ મીટર ચોરી કરેલ, બાદ આ વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૨૫,૦૦૦/- મા વહેચી દીધેલ.

સાતે મહિના પહલા દેવચંદ ઉર્ફે કાલો તથા વિજય જસાણીયા અને બધા અલગ અલગ વાહનોમા ધારી તાલુકાના હીરાવા-જીરા ગામની સીમમાંઆવેલ એક વાડીમાંથી રાત્રીના સમયે ગયેલ અને ત્‍યાંથી આશરે એકાદ ૧૦૦૦ મીટર જેટલો એલ્‍યુમિનિયમનો વાયર ચોરી કરેલ અને આ મુદામાલ અફજલભાઇ રહે. ચાંવડ વાળાને વેચેલ.

અગીયારેક મહીના પહેલા ચાવંડ મુકામે ભાવનગર રોડ ઉપર આવેલ પાણી પુરવઠાના પંપની અંદર કોપર વાયર પડેલ છે તેવુ જાણવા મળતા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલની મોટર સાયકલ લઇને જોવા ગયેલ અને બાદ તેના ૨-૩ દિવસ પછી દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ કમલેશભાઈ સોલંકી તથા રાહુલ નટુભાઇ સોલંકી તથા રણજીતભાઈ નાથાભાઈ સોલંકી તથા વનરાજ ઉર્ફે બાવ નાથાભાઈ સોલંકી તથા કિશનભાઈ લોરીયા રહે.રાજકોટ તથા તેમની સાથે રહેતા તેમના મિત્ર લાલો શુકલ એમ બધાનો દેવચંદે કોન્‍ટેક કરી, અમરેલી બોલાવી, બાદ બધા દેવચંદની પીકઅપ બોલેરો વાહનમાં જઇ ચાંવડથી આગળ બોલેરો મુકી, પાણી પુરવઠા પંપ હાઉસની પાછળની દિવાલ ટપીને અંદર જઇ કોપર વાહરનો ઢગલો હતો તેના ટુકડા કરી, આશરે ૨ ટન જેટલો કોપર વાયર બોલેરો ભરી ચોરી કરીને જતા રહેલ અને આ કોપર વાયર રીઝવાનભાઈ રહે.બાબરા વાળાને રૂા.૭,૦૦,૦૦૦/- મા વેચેલ.

એકાદ સવા વર્ષ પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ કમલેશભાઈ સોલંકી જેઓ બન્ને સુનીલની મોટર સાયકલ લઇને રાત્રીના આશરે ૩-૪ વાગ્‍યાના અરસામા બાબરા કોટડાપીઠા વાડી વિસ્‍તારમાં રાજકોટ રોડ ઉપર આવેલા પવન ચક્કીનો સામાન રાખેલ ત્‍યાં ગયેલ અને ત્‍યાં એક લાકડાના ડ્રમમા કાળા કલરના રબરમા કોપર વાયર આશરે ૧૦૦૦ મીટર જેટલોની ચોરી કરી અને તેના બીજા દિવસે આ વાયર સાફ કરી અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૭૦,૦૦૦/- મા વહેચી નાખેલ.

પોણા બે વર્ષ પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા વિજય જસાણીયા જેઓ અલગ અલગ વાહનોમા ધારી તાલુકાના સરસીયા ગામની સીમમા રાત્રીના સમયે અલગ અલગ ત્રણ વાડીમાંથી આશરે ૧૨૦૦ મીટર જેટલો એલ્‍યુમિનિયમના વાયરની ચોરી કરેલ હતી અને આ મુદામાલ અફજલભાઈ રહે.ચાંવડ વાળાને વેચેલ.

આશરે બે વર્ષ પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા વિજય જસાણીયા જેઓ અલગ અલગ વાહનોમા રાત્રીના આશરે રાત્રીના સમયે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામ પાસે રોડની બાજુમા આવેલ ભડીયામાંથી અલગ અલગ ધાતુના કેબલ વાયર તથા લોખંડનો પ્‍લેટો તથા લોખંડનો સામાનની ચોરી કરેલ હતી અને આ મુદામાલ અફજલભાઈ રહે.ચાંવડ વાળાને વેચેલ.

આજથી આશરે બે મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ સોલંકી તથા નવનીત સાથળીયા તથા નીતીન ઉર્ફે સુનીલ સોલંકી તથા મોઇફ ઉર્ફે મોઇબો તથા મયુર મુકેશભાઇ વણોદીયા રહે.અમરેલીવાળા એમ બધા દેવચંદની XUV ૫૦૦ ફોરવ્‍હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ અમદાવાદ-રાજકોટ હાઇવે લીંબડી પાસે આવેલ એક ખેતરમા પડેલ એલ્‍યુમીનીયમ વાયર આશરે ૬૦૦ કીલોની ચોરી કરેલ હતી, જે વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૧,૨૦,૦૦૦/- મા વહેચેલ.

બે-અઢી મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા મહમદ કૈફ તથા મોઇફ ઉર્ફે મેબલો તથા નવનીત સાથળીયા એમ અમો બધા દેવચંદની XUV ૫૦૦ ફોરવ્‍હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ રાજકોટ પાસે આવેલ ત્રંબાથી આગળ નવા બાયપાસ પાસેથી એલ્‍યુમીનીયમ વાયર આશરે ૩૦૦ કીલોની ચોરી કરેલ હતી, જે વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂ.૩૦,૦૦૦/- મા વહેચેલ.

બે થી અઢી મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ સોલંકી તથા નીતીન ઉર્ફે સુનીલ સોલંકી તથા નવનીત સાથળીયા એમ બધાએ દેવચંદની XUV૫૦૦ ફોરવ્‍હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ રાજકોટથી ટંકારા તરફ જતા આશરે ૨૫ કી.મી. દુર રોડની સાઈડમા ખેતરમા પડેલ લોખંડનો ભંગાર આશરે ૪૦૦ કીલો તથા એલ્‍યુમીનીયમ વાયર આશરે ૧૫૦ કીલોની ચોરી કરેલ હતી, જે વાયર અફજલભાઇ રહે.ચાંવડ વાળાને રૂા.૪૦,૦૦૦/- મા વહેચેલ.

અઢી મહીના પહેલા દેવચંદ ઉર્ફે કાલો તથા સુનીલ તથા નવનીત સાથળીયા તથા મયુરભાઈ મુકેશભાઇ વણોદીયા રહે.અમરેલી એમ બધાએ દેવચંદની હ્‍શ્‍સ્‍ ૫૦૦ ફોરવ્‍હીલ તથા પીકઅપ બોલેરો ગાડીઓ લઇ તારાપુરથી પહેલા એક ખુલ્લા ખેતરમા પડેલ એલ્‍યુમીનીયમ વાયર આશરે ૩૦૦ કીલો ની ચોરી કરેલ હતી, જે વાયર તારાપુર ખાતે જ અજાણ્‍યા માણસને રૂા.૬૫,૦૦૦/- મા વહેચેલ હોવાની હકિકત જણાવેલ છે.

પકડાયેલ ઇસમો પૈકી આરોપી દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઈ સોલંકી, રહે,અમરેલી, મુખ્‍ય સુત્રધાર હોય, આ દેવચંદ ઉર્ફે કાલો PAVCL ના સબ સ્‍ટેશન તથા પાણી પુરવડાના પંપ હાઉસ તથા અલગ અલગ ઇલેકટ્રીક વાયરોના ગોડાઉન તથા સીમ વિસ્‍તારની પહેલાથી રેકી કરી, આ જગ્‍યાઓ જોઇ આવી બાદમાં તેના સાગરીતોને બોલાવતા અને સાગરીતો સાથે હ્‍શ્‍સ્‍ ૫૦૦ ફોરવ્‍હીલ તથા પીકઅપ બોલેરો ફોર વ્‍હીલ કારોમાં રેકી કરેલ જગ્‍યાઓએ જઇ, એલ્‍યુમિનીયમ તથા કોપરના વાયરોને કટરથી કાપી ચોરીઓ કરી ફોર વ્‍હીલ કારમાં ભરી ચોરીઓના ગુનાઓને અંજામ આપતા અને આ ચોરીનો વાયરોને સાફ કરી ભંગારમાં વહેચતા હતા.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત ના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથા એ.એસ.આઈ. કનાભાઈ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્‍યામભાઈ મકવાણા, હરેશસિંહ પરમાર, રાહુલભાઈ ચાવડા તથા હેડ કોન્‍સ. મનિષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી, મહેશભાઈ મુંધવા, આદિત્‍થભાઈ બાબરીયા, ગોકુળભાઈ કળોતરા, દશરથસિંહ સરવૈયા, મહેશભાઈ રાઠોડ, અશોકભાઈ કલસરીયા, રાહુલભાઈ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ, કેતનભાઈ ગરણીયા, જયેન્‍દ્રભાઈ બસીયા, જનકભાઇ હીમાસીયા, કુલદીપભાઈ દેવભડીંગજી, જાહીદભાઈ મકરાણી, તથા પો.કોન્‍સ. રમેશભાઈ સીસરા, ભાવિનગીરી ગૌસ્‍વામી, પરેશભાઇ દાફડા, યુવરાજસિંહ વાળા, શિવરાજભાઈ વાળા, અશોકભાઈ સોલંકી, પરાક્રમસિંહ ગોહિલ. રવિરાજભાઈ વરૂ, મહેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:22 PM IST)