હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧પ :.. જેતપુર પોલીસે દૂબઇથી સંચાલીત સાયબર ફ્રોડ રેકટનો પદાર્ફાશ કરી ૯૪.૮૯ લાખના સાયબર ફ્રોડના નાણા સગેવગે કરનાર જેતપુરના ૧૦ શખ્સો સામે ગુન્હો દાખલ કરી ૯ શખ્સોની ધરપકડ કરી હતી. જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર જેતપુર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજે સાયબર ક્રાઇમના બનતા ગુનાઓમાં વપરાતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો તેમજ બેંક એકાઉન્ટ શોધનાર એજન્ટો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમાર તથા રાજકોટ રેન્જ સાઇબર સેલ તથા રાજકોટ ગ્રામ્ય સાયબર સેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી
સાયબર ફ્રોડના ભોગબનનાર વ્યકિતઓના બેન્ક ટ્રાન્ઝેકશનોની પ્રાથમીક તપાસ કરતા આરોપીઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ, એજન્ટોની સાથે પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી, મિલાપીપણ કરી, દુબઇથી સંચાલીત સાયબર ફ્રોડથી મેળવેલ નાણા કુલ કિંમત રૂ.૯૪,૮૯,૦૭૭/-ની રકમ ફોરેકસ ટ્રેડીંગ અને ક્રીપ્ટો કરન્સી મારફતે ભારત દેશમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચેકથી વિડ્રો કરી, કેશ મેળવી, સાયબર ફ્રોડના નાણા સગેવગે કરનાર એકાઉન્ટ હોલ્ડર, એજન્ટો તેમજ દુબઇથી સંચાલીત થતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાસ કરી કુલ દસ આરોપીઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબનો ગુનો દાખલ કરી, તાત્કાલીક નવ ઇસમોને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.
જેતપુર પોલીસે સાયબરફ્રોડના નાણા સગેવગે કરનાર આરોપી દિપસન જેન્તીભાઇ ગોહેલ, રહે. રામાનંદનગર, અમરનગર રોડ, જેતપુર., વરૂણ કાનાભાઈ લુણી, રહે. ભઠ્ઠી ઉપર, ચાંપરાજની બારી, ગોંદરા વિસ્તાર, જેતપુર, ઉમેશ રવજીભાઇ ભોજૈયા, રહે. હાલ. ભગવતી ગરેઝમાં, ચાંપરાજપુર રોડ, જેતપુર
(૪) પ્રકાશ મગનભાઇ રાઠોડ, રહે. બ્લોક નં.૧૦૫, માહીર એપાર્ટમેન્ટ, જીથુડી રોડ, જેતપુર,
(૫) શાહીલ કાનજીભાઇ જાડેજા, રહે. મનોજ પ્રિન્ટ કારખાનાની સામે, ભાદરના સામાકાંઠે, જેતપુર.
(૬) પ્રદીપ ભરતભાઇ બાયલ, રહે. હિમંતભાઇની દુકાનની બાજુમાં, ભોજાધાર, જેતપુર,
(૭) પાર્થીવ કિશોરભાઇ ગોવાણી, રહે. શીવ શકિતી ચોક, ભોજાધાર, જેતપુર,
(૮) કેવલ જેન્તીભાઇ સીતાપરા, રહે. રમેશ મીલની પાછળના વિસ્તારમાં, ચોપરાજપુર ગામ, તા. જેતપુર,
(૯) હર્ષદ હેમરાજભાઇ દેસાઇ, રહે. હાલ, મોનાંક-૦૧, રાયજીબાગ સોસાયટી, જુનાગઢ, મુળ રહે, બિંદુ પાર્ક સોસાયટી, કેશવનગર, શુભાષ બ્રિજ સર્કલ, અમદાવાદની ધરપકડ કરી હતી. જયારે
રાહુલ પટેલ, રહે. હાલ. મનખુલ એરીયા, બર દુબઇની શોધખોળ હાથ ધરાઇ છે.
પોલીસે ઉકત ૯ આરોપીના કબ્જામાંથી ૧૦ મોબાઇલ ફોન કિ. ર.પ૦ લાખ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
વીવો કંપનીનો VIre T3 like એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/
(૨) રીયલમી કંપનીનો સી-૬૭ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.ફે.૧૦,૦૦૦/-(૩) એમ.આઈ. કંપનીનો ૧૦૩૧ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/
(૪) ઓપો કંપનીનો એ ૭૪ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
(૫) વીવો કંપનીનો વાય ૩૦૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
(૬) વીવો કંપનીનો વાય ૨૨ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/-
(૭) ઓપો કંપનીનો કે.-૧૨* એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-
(૮) વીવો કંપનીનો એકસ ૨૦૦ એફઆઇ. એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.૫૦,૦૦૦/
(૯) એપલ કંપનીનો I PHONE 14 pro max મોબાઇલ ફોન કિ.રૂ.૭૦,૦૦૦/ (૧૦) સેમસંગ
આ કાર્યવાહી રાજકોટ રેન્જ સાઇબર સેલના પોલીસ ઇ. જે. વાય. ચૌહાણ, રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રા. પોલીસ સ્ટેશનના પોલીસ સબ. ઇ. એમ. એન. રાઠોડ, પો. સબ. જી. બી. જાડેજા, જે. .પી.મલ્હોત્રા એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા પો.હેડ કોન્સ. મનિષભાઇ વરૂ, ધવલભાઇ ગાજીપરા, સાગરભાઇ મકવાણા, રાણાભાઇ વકાતર, ભરતસિંહ રાઠોડ (ટેકનીકલ) પો.કોન્સ. વિરેન્દ્રસિંહ રાઠોડ તથા શકિતસિંહ ઝાલા તથા અમીતભાઈ સીધ્ધપરા, ભગીરથસિંહ જાડેજા તાણ પ્રદિપભાઇ આગરીયા, તથા હાર્દિકભાઇ ભીંભા, લખુભા રાઠોડ વદ્યા લાલજીભાઇ સરકડીયા તથા આઇ.ટી. એકસપર્ટ ચેતન્યભાઇ સૈન્જલીયા. સહિતના સ્ટાફ દ્વારા કરાઇ હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM