News of Monday, 15th December 2025
મેંદરડામાં જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીના નેતૃત્વમાં નજીવા દરે સરકારી કામકાજો કરી આપવા મેંદરડામાં જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યુ છે. જયાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ગ્રામ પંચાયતની કામગીરી, રાશન કાર્ડના કામો કરી અપાશે. આ કાર્યાલયના ઉદ્દઘાટન સમયે જુનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઇ માકડીયા, કાજલ વાળા, ભગવાનભાઇ પરમાર, અનંતભાઇ મકવાણા, રફાઇ સર્ફરાજભાઇ, વસંતભાઇ લકુમ, ભાવેશભાઇ, હિતેશભાઇ, વાઘાભાઇ, દિનેશભાઇ, સોમાભાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
