<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

વિસાવદરના કાલસારી ગામની હાઈસ્કૂલની અનોખી પહેલ : પરંપરાગત વાનગીઓ પ્રત્યે પ્રેમ અને જ્ઞાન દર્શાવતા ભોજન મહોત્સવનુ અનોખું આયોજન સુપેરે સંપન્ન

વિદ્યાર્થીઓએ જાતે જ રોટલા અને ગામઠી શૈલીમાં રિંગણાનો ઓળો બનાવવાની સ્પર્ધા યોજી : મહાનુભાવોની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના કાલસારીની શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં પરંપરાગત ભોજન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને પરંપરાગત ખોરાકની મહત્વતા અને સ્વાદથી પરિચય કરાવાનો અને દિકરીઓ ત્રણ ઘર તારે તે કહેવતને સાર્થક કરવાનો હતો.
વિસાવદરના કાલસારીની હાઈસ્કૂલમાં બાજરાનો રોટલો અને રિંગણાનો ઓળો બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ પરંપરાગત વાનગીઓ પ્રત્યે પોતાનો પ્રેમ અને જ્ઞાન દર્શાવતા ગુજરાતની આગવી ઓળખ સમાન ગરમાગરમ બાજરાના રોટલા અને તેની સાથે ગામઠી શૈલીમાં તૈયાર કરેલા લાજવાબ રિંગણાની ઓળાની વાનગી તૈયાર કરી હતી. વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા જાતે મહેનત કરી આ વાનગીઓ તૈયાર કરી હતી. આ વાનગીઓએ તાલુકાના અલગ-અલગ વિભાગના મુખ્ય અધિકારીઓ, ટ્રસ્ટીઓ, આગેવાનો, આચાર્ય તથા શાળાના સ્ટાફના દિલ જીતી લીધા હતા. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ દેશી અને પૌષ્ટીક ભોજનરૂપી પ્રસાદનો સૌએ સાથે બેસી આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર લોકોએ તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓની અદભૂત પહેલ અને રસોઈ કૌશલ્યના કાર્યક્રમને બિરદાવ્યો હતો.
સરદાર પટેલ વિદ્યા મંદિર હાઈસ્કૂલ‌ કાલસારીનાં પ્રમુખ ભરતભાઈ અમીપરાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા લેન્ડ રેકોર્ડ અધિકારી એ.એ.ઝાલા, વિસાવદર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.પટેલ, વિસાવદર નાયબ મામલતદાર એમ.એચ.ભાષા, વિસાવદર બી.આર.સી.અધિકારી ધર્મેશભાઈ સેલારકા, વિસાવદર સી.આર.સી અધિકારી રજનીકાંતભાઈ માથુકિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ કોહર, મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસના ઈનચાર્જ પ્રજ્ઞાબેન વિરડિયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રવક્તા ભરતભાઈ વીરડીયા તેમજ શાળાના પ્રમુખ ભરતભાઈ અમીપરા, ટ્રસ્ટી શંભુભાઈ ઢોલરીયા, ટ્રસ્ટી કાળુભાઈ ભાયાણી, ટ્રસ્ટી હિતેશભાઈ હિરપરા હજાર રહ્યા હતા. શાળાના આચાર્ય વી.એમ. ઝાલા, શિક્ષકો ટાંક, પડસાળા, કુંભાણી , નુતનબેન કોરાટ, અલ્પાબેન વાછાણી, જલ્પાબેન વાઘમશી અને વિપુલભાઈ ગોંધિયા અને રસોઈના માર્ગદર્શક પ્રવીણભાઈ અમીપરા વિગેરે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

(10:13 PM IST)