<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

મોરબીની આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ.નાજાભાઈ કોડીયાતરે સૂર્યકૂકર દ્વારા ઉર્જા બચાવવાના, પેટ્રોલ-ડીઝલ બચાવવાના, વીજળી અને વૃક્ષોને બચાવવાના ઉપાયો દ્રષ્ટાંતો સમજાવેલ, વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.

     ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે પણ ઉર્જાને કઈ રીતે સુરક્ષિત કરવી, તેમજ પ્રાપ્ય ઉર્જા અને અપ્રાપ્ય ઉર્જાની જાળવણી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. કેસીજી અંતર્ગત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામના કોર્ડીનેટર ડૉ. અતુલભાઇ ધ્રુવે ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ વિશે વિગતવાર વાત કરી હતી. તે પ્રોગ્રામમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ પણ વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ તેમજ Sustainable Developmentની સમજૂતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું

(11:18 PM IST)