News of Tuesday, 16th December 2025
‘હું મરવા માટે મજબૂર છું' મોત પહેલાં વીડિયો બનાવી ગાંધીધામના વેપારીએ ચાલુ કાર ટ્રક સાથે ભટકાવી જીવ દીધો
ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીના ભાઈ અને જાણીતા પરિવારના ૫૬ વર્ષીય સિંધી વ્યાપારી નરેશ ચંદનાનીની આત્મહત્યાના બનાવે શોક સાથે સર્જી ચકચાર : મળતક વ્યાપારી નરેશભાઈએ સંજય રાય, કંચન રાય, અશોક ચેલાણી, માણેક ચેલાણી, બંટી ચેલાની, મનીષ ઠક્કર, રમેશ ગઢવીના નામ લઈને મહેરબાની કરી મને અને મારા પરિવારને ન્યાય અપાવજો એવું કહ્યું છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬: ભુજ ગાંધીધામ હાઇવે ઉપર આપઘાત કરતા પૂર્વે ચાલતી કારમાં વીડિયો બનાવી પોતાનો જીવ દઈ દેનાર ગાંધીધામના જાણીતા વ્યાપારી પરિવારના નરેશ ધર્મદાસ ચંદનાનીના મોતના બનાવે શોક સાથે ચકચાર સર્જી છે. ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીના ભાઈ નરેશભાઈ ચંદનાનીએ પોતાના આપઘાતના બનાવ પૂર્વે બનાવેલ વીડિયોમાં પોતે અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા હોવાનું કહી પોતાની દુકાન અને પ્લોટ ખરીદવા સમયે તેમની સાથે થયેલ છેતરપિંડી અંગે અમુક શખ્સોના નામ લઈ આક્ષેપ કર્યો છે. મળતક વ્યાપારી નરેશભાઈએ સંજય રાય, કંચન રાય, અશોક ચેલાણી, માણેક ચેલાણી, બંટી ચેલાની, મનીષ ઠક્કર, રમેશ ગઢવીના નામ લીધા છે. મહેરબાની કરી મને અને મારા પરિવારને મરવા પછી ન્યાય અપાવજો. એવું કહ્યા બાદ તેમણે પોતાની ચાલુ કાર એક ટ્રક પાછળ ભટકાવી દીધી હતી. શેખપીર ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માત બાદ નરેશભાઈને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. મળતકના પરિવારજનો આગળ આવ્યા બાદ આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ એમએલસી દાખલ કરાઈ છે. આજના વર્તમાન સમયમાં આર્થિક દેવું અને વાસ્તવિક પરિસ્થિતિ સાથેનું સંતુલન જાળવવું એ ભારે પડકાર રૂપ છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
