હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૬ : ભવનાથમાં આવેલા અવધૂત આશ્રમના શિષ્ય અને કેરાળા ગામે આવેલી ગૌશાળાનું સંચાલન કરતા કલ્યાણગીરીના બેંક ખાતામાં લોકો સાથેના સાઇબર ફ્રોડના રૂપિયા ૪૦.૭૬ લાખથી વધુ જમા થયા હતા. મ્યુલ એકાઉન્ટની તપાસ દરમિયાન આ બાબત સામે આવતા તાલુકા પોલીસે કલ્યાણ ગીરી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
બી ડિવિઝન પોલીસમાં દાખલ થયેલા ગુનામાં પોલીસે બેંક ખાતુ ભાડે આપનાર અભય પરસાણીયાને પકડી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ભવનાથ ખાતેના અવધૂત આશ્રમના શિષ્ય અને જુનાગઢ તાલુકાના કેરાળા ગામે આવેલી ગૌશાળાનું સંચાલન કરતા કલ્યાણગીરીએ બેંક ખાતાને વિગતો લીધા બાદ પૈસા જમા થતા હતા પોલીસે કલ્યાણગીરીના બેંક ખાતાની તપાસ કરતા તેમાં લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયાનું સામે આવ્યું હતું.
તપાસમાં કલ્યાણગીરીના એસ.બી. આઈ વડાલ શાખાના એકાઉન્ટ તથા આઈ.ડી.એફ.સી ફસ્ટ બેંક દોલતપરા બ્રાંચ, જૂનાગઢના એકાઉન્ટ તેમજ આઈ.ડી.એફ.સી ફસ્ટ બેંક દોલતપરા બ્રાંચ, જૂનાગઢના એકાઉન્ટમાં લોકો સાથે થયેલા ફ્રોડના રૂપિયા ૪૦,૭૬,૩૮૦ જમા થયા હતા.
આ રૂપિયા કલ્યાણગીરીએ ઉપાડી લઈ સગેવગે કરી કરી નાખ્યા હોવાનું તપાસમાં ખુલતા ગઈકાલે રાત્રે પોલીસે જાતે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં કલ્યાણગીરી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. વધુ તપાસ તાલુકા પીઆઇ એફ. બી. ગગનીયાએ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, એસઓજીના પીઆઈ આર. કે. પરમારે કલ્યાણગીરી સામેના પુરાવા એકત્ર કરી તેની પૂછપરછ હાથ ધરી હતી અંતે તેની સામે કાર્યવાહી કરવામાં આવતા અને સાયબર ફ્રોડના નાણા જમા કરાવવામાં સાધુની સંડોવણી ખુલતા ચકચાર મચી ગઈ છે. (૪.૩)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM