News of Tuesday, 16th December 2025
હળવદના પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદઃ સાયબર ફ્રોડના લાખો રૂપિયા બેંક જમા થયા બાદ ઉપડ્યા હતાઃ એક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી પણ સામેલ

( દીપક જાની દ્વારા ) હળવદઃ તા.૧૬: ગાંધીનગર સાયબર ક્રાઈમ ટીમની તપાસમાં સાયબર માફિયાઓનું નેટવર્ક ઝડપાઇ ગયા બાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસને મ્યુલ એકાઉન્ટ ધારકોની યાદી મોકલવામાં આવતા સાયબર ક્રાઈમ મોરબીની ટીમે હળવદના કડીયાણા ગામના વતની અને હાલમાં માનગઢ ગામે રહેતા આરોપી હરજીવન નરભેરામ પટેલ, કડીયાણા ગામના મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, જગદીશભાઈ ગોવિંદભાઈ ભરવાડ અને મેરૂપર ગામના સાગર ભુદરભાઈ પટેલ નામના આરોપીઓના બેન્ક ખાતા ચેક કરતા લાખોના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હત.ું
દરમિયાન આરોપી હરજીવન નરભેરામ પટેલની પુછપરછમાં બેંકમાં નાણાં જમા થયા બાદ ઉપાડી પરત આપવાના બદલામાં હળવદ ની એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી શ્રીપાલ સિંહ રહે. સાપકડા વાળા દ્વારા અડધો ટકા થી લઈને એક ટકા કમિશન આપતો હોવા નું અને શ્રીપાલ સિંહ ના કહેવા થી જ ઉપરોક્ત ચારેય આરોપીઓ એ બેંક મા નાણા જમા કરાવી બાદમાં એટીએમ, ચેક થી નાણા ઉપાડી ને સાયબર માફિયા સુધી પહોંચાડવા નું સામે આવ્યું છે. વધુ મા હળવદ માં આ ચારેય આરોપીઓ ના બેન્ક એકાઉન્ટ માં તમિલનાડુ , કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો મા થયેલ સાયબર ફ્રોડ ના નાણાં જમા થયા નું સામે આવ્યું છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
