<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળાનો પ્રથમ ઠાર વર્તાતા ટાઢોડુ

લધુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો પરંતુ ઠારના કારણે ઠંડીમાં વધારો થયો

રાજકોટ, તા. ૧૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે શિયાળાનો પ્રથમ ઠાર વર્તાતા ટાઢોડુ છવાઇ ગયુ છે. આજે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ગયો છે પરંતુ ઠારના કારણે ઠંડકમાં વધારો નોંધાયો છે.

આજે નલીયામાં ૧૧.ર, રાજકોટમાં ૧પ.૩, જામનગરમાં ૧૪.પ, અમરેલીમાં ૧ર.૬ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયુ છે.

વહેલી સવારથી ઠારની અસર વધુ વર્તાવવા લાગતા લોકોને શિયાળાની વધુ અસર થવા લાગી છે. અને ઠંડીથી બચવા લોકો ગરમ વષાો અને તાપણાનો સહારો લઇ રહયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે.

લધુતમ તાપમાન ૧૪.પ સે.ગ્રે., મહતમ તાપમાન ર૯.પ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૭૧ ટકા, પવનની ગતિ પ.ર કિ.મી. રહી છે

(1:15 PM IST)