News of Tuesday, 16th December 2025
થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ૩ર૧ બોટલ રકત એકત્ર કરાવતી જામનગર પંચકોશી ‘એ' ડીવીઝન પોલીસ

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવના માર્ગદર્શન અન્વયે અને જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા જામ.ગ્રામ્ય વિભાગ જામનગરનાઓની સુચનાથી જામનગર પંચકોશી એ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એન.શેખ દ્વારા જામનગર ખીજડીયા બાયપાસ રોયલ રીસોર્ટ ખાતે જામનગર જી.જી.હોસ્પિટલના સહયોગથી બ્લેડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવેલ જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહેલ અને ના.પો.અધિ. આર.બી.દેવધા સા. તેમજ ના.પો.અધિ. જે.એચ.ઝાલા સા. તેમજ પો.ઇન્સ. બી.એન.ચૌઘરી એસ.ઓ.જી. જામનગર નાઓની ઉપસ્થિતીમા કુલ ૩૨૧ બોટલ રક્ત એકત્ર કરવામા આવેલ.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
