<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

અગ્રણીઓની રજૂઆતો બાદ આખરે મોરબી-રાજકોટ હાઈવેના સમારકામની કામગીરી શરૂ.

હાઇવે પર ઠેર ઠેર પડી ગયેલા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. ખાડાઓના કારણે ઠેર ઠેર ટ્રાફિક પણ સર્જાતો હતો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : છેલ્લા ઘણા દિવસથી ઉઠી રહેલી માંગ અને રજૂઆતો બાદ આખરે તંત્ર દ્વારા મોરબી રાજકોટ હાઈવે ના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-રાજકોટ હાઈવેના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી-રાજકોટ હાઇવે પર ઠેર ઠેર પડી ગયેલા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. ખાડાઓના કારણે ઠેર ઠેર ટ્રાફિક પણ સર્જાતો હતો.

આ અંગે ટંકારા કોંગ્રેસના નેતા મહેશ રાજકોટિયાએ 15 દિવસ પહેલા આ બાબતે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત કેટલાક રાજકીય અગ્રણીઓએ પણ હાઈવે સમારકામની રજૂઆતો કરી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ આ અંગે રજૂઆત કરી હતી.k ત્યારે તમામ રજૂઆતો બાદ આખરે તંત્ર જાગ્યું છે અને મોરબી-રાજકોટ હાઈવેના સમારકામની કામગીરી શરૂ કરી છે


 

(12:12 AM IST)