<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

કચ્છના મુન્દ્રામાં જૂની બી.એડ. કોલેજ નજીક ઝેરી મધમાખીઓનો આતંક : અચાનક મધમાખીઓનું ઝુંડ ત્યાંથી પસાર થતા લોકો ઉપર ત્રાટકે છે

આ પ્રકાર ની માખી ઉપર થી પડે છે અને ત્યા ચોંટી જ રહે છે અને ભાગવાની કોશિશ કરો તો પીછો કરે છે આ મધમાખી ક્યાંથી આવીઃ?? એ મોટો પ્રશ્ન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  કચ્છના મુન્દ્રામાં ઝેરી મધમાખીઓએ અડ્ડો જમાવ્યો છે. થોડા દિવસ અગાઉ જુના બંદર રોડ પર આવેલ બગીચામાં ઝેરી મધમાખીઓએ ત્યાંથી પસાર થતા લોકોને ડંખ મારી હેરાન પરેશાન કરી મૂક્યા હતા. લોકો ત્યાંથી પસાર થવા માં ફફડતા હતા.

હવે આ મધમાખીઓ ત્યાંથી નીકળી શહેર ના રહેણાંક વિસ્તાર એવા જૂની બી.એડ. કોલેજ વિસ્તાર હોળી ચકલા માં પહોંચી છે. અહીં બંધ મકાન પાસેથી પસાર થતાં બે યુવાનો પર મધમાખીઓનું ઝુંડ ત્રાટક્યું હતું અને એક યુવાન ને આ મધમાખીઓ એટલી હદે કરડી હતી કે તેના હાથ માં શાક ભાજી ની થેલી તેમજ તેનો થેલો ઘા કરી બચાવો બચાવો બુમ પાડતો હતો.. અને સવારે પહેરેલ સ્વેટર ને ઉતારી માખીઓ ને દૂર કરતો જોવા મળ્યો હતો.. એ યુવાન અર્ધી કલાક સુધી માખીઓ ના કરડવા થી કણસતો જોવા મળ્યો હતો..

આ પ્રકાર ની માખી ઉપર થી પડે છે ત્યારે ચોંટી જ રહે છે અને ભાગવાની કોશિશ કરો તો પીછો કરે છે..

આ મધમાખી ક્યાંથી આવીઃ?? એ મોટો પ્રશ્ન છે અને જૂની બીએડ કોલેજ પાસે થી પસાર થતા લોકો એ સાવધાની થી પસાર થવા વિનંતી છે કેમકે આ મધમાખીઓ એ ચોક્કસ પણે અહીં મધપૂડો બનાવ્યો લાગે છે. સંબંધિત પ્રશાસને આ બાબત અંગે તાત્કાલિક વિચારવું જરૂરી છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(9:27 AM IST)