News of Wednesday, 17th December 2025
ટંકારાની ભાગોળે ગમખ્વાર અકસ્માતઃ ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા
રાજકોટ મોરબી રોડ પર બાર નાલા પાસે વહેલી સવારે રેતી ભરેલ ટ્રક રોડથી નિચે ઉતરી ગયોઃસદભાગ્યે કોઇ જાનહાની થઈ નથી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૭ :.. ટંકારાની ભાગોળે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે કોઇ જાનહાની થઈ નથી પરતું વાહનમાં ભારે નુકસાન થયું છે. ટંકારા નજીક રાજકોટ મોરબી રોડ પર ૧૨ નાલા પાસે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો રેતી ભરેલ ટ્રક રોડથી નિચે ઉતરી ગયો છે ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
