<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

દિવથી બાઇક ઉપર ૫૩ હજારનો દારૂ લઇ આવતા મોટાડેસરના બે શખ્‍સો ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઊના, તા.૧૭: ગઈકાલે પૂર્વ ધારાસભ્‍ય અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ એ એક દિવસના પ્રતીક ઉપવાસ અને ધરણા કરી ઊના તાલુકામાં દેશી અને વિદેશ દારૂ અને ડ્રગનું બેફામ વેચાણ થતું હોવાનું નિવેદન આપ્‍યું હતું જે સાચું પડતું હોય તેમ ઊના તાલુકાના તડ ચેક પોસ્‍ટ આગળ ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. વી. રાજપૂત, પી. એસ. આઇ. એ. સી. સિંધવ, એચ.એલ. જેબલિયા એ. એસ. આઇ. અરવિંદભાઈ જાની અને સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતા ત્‍યારે વાહનો ચેક કરતા હતા ત્‍યારે દીવ તરફ એક ડબલ સવારીવાળું મોટર સાયકલ આવેલ તેમાં દીપક કાળુભાઈ પરમાર રે. મોટા ડેસર, યોગેશ નાજાભાઈ મકવાણા રે. મોટા ડેસર પાસે રહેલ કાળા રંગના મોટા થેલા હોય ચેક કરતા તેમાં પર દારૂની બોટલો નંગ ૪૩૦ રૂ, ૫૩૫૭૫/ મળી રૂપિયા ૧,૪૩,૫૭૫/ના મુદામાલ સાથે પકડી પાડ્‍યો હતો અને પૂછપરછમાં આરોપીએ આ ગુનામાં ભરત અરજણ ભાલીયા રે. મોટા ડેસર ને આપવાનો હોય તેની સામે પણ ગુનો નોંધી નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન ખાતે લાવી ધરપકડ કરી હતી.

(10:47 AM IST)