News of Wednesday, 17th December 2025
કેલેન્ડર વર્ષ -ર૦ર૬નું અવનવું!!
ગુરૂવારે શરૂ થઇ ગુરૂવારે જ પુરૂ થનાર... : જો તમારી પાસે સંગ્રહ કરેલુ વર્ષ ર૦૧પનું કેલેન્ડર હશે તો તે આ ર૦ર૬ માટે ટનાટન ચાલશેઃ આ આヘર્ય લાગશે પણ ર૦ર૬ ના આખ્ખા વર્ષના તારીખ-વાર, ર૦૧પ ના કેલેન્ડર જેમ જ એકદમ સરખા અને સમાન છે : સંવત-હિજરી-મીસરી-અંગ્રેજીના વાર્ષિક કેલેન્ડરોમાં તફાવતો કેવા છે? એક વ્યકિત અંગ્રેજી કેલેન્ડરની ગણત્રી પ્રમાણેને ૧૦૦ વર્ષની છે... તો તે જ વ્યકિત હિજરી કેલેન્ડરની ગણત્રી પ્રમાણે ૧૦૩ વર્ષની હોય છે

(મહમંદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૭ :.. નવું ર૦ર૬ નું અંગ્રેજી વર્ષ થોડા જ દિ' માં શરૂ થશે ત્યારે આ ર૦ર૬ ના કેલેન્ડરની જેમ જ આખા વર્ષના આરંભથી લઇ અંત સુધી વાર-મહિના-તારીખ બધુ જ સરખુ હોય તેવા ભૂતકાળમાં કયાં અંગ્રેજી વર્ષના કેલેન્ડરો છે? અને ભવિષ્યમાં ર૦ર૬ જેવુ જ સરખુ કેલેન્ઠર કયાં વર્ષનું આવશે ? તે વિગતો જાણીએ તે પૂર્વે સંવત-હિજરી-મીસરી અને અંગ્રેજી કેલેન્ડરોમાં મૂળ તફાવતો કયા છે ? તે પણ જાણીએ.
ઇસ્વીન અર્થાત ઇશા પયગમ્બરના આગમથી શરૂ થયેલું કેલેન્ડર એટલે ઇસ્વીન-અંગ્રેજી કેલેન્ડર જે સૂર્યની વાર્ષિક ગતિ પર આધારીત છે. જયારે મુસ્લિમ હિજરી અને મીસરી કેલેન્ડરો ચંદ્રની વાર્ષિક ગતિ પર આધારિત છે. સંવત કેલેન્ડર પણ ચંદ્ર ગતિ પર આધારિત જ કેલેન્ડર છે પણ તે સૂર્ય ગતિ સાથે પણ તાલ મીલાવે છે ચંદ્રની વાર્ષિક ચક્રના દિવસો ૩પ૦ ઉપરાંત જેટલા હોય છે. જયારે સૂર્યના વાર્ષિક ચક્રમના દિવસો ૩૬પ કે ૩૬૬ થતા હોય છે. અને એથી જ સંવત વર્ષમાં સૂર્ય ગતિથી તાલ મીલાવવા દર ચોકકસ વર્ષે એક અધિક માસનો ઉમેરો જોવા મળે છે. જેમ કે હાલના સંવત વર્ષમાં જેઠ માસ અધિક ઉમેરાયેલો છે. એટલે કે સંવત વર્ષ આ વેળા ૧ર ને ૧૩ માસનું જોવા મળે છે.
એવી જ રીતે અંગ્રેજી વર્ષ પણ સૂર્યની વાર્ષિક ગતિ મુજબ ચોકકસ રહેવા માટે દર ચાર વર્ષે ફેબ્રુઆરી માસમાં એક દિવસે વધુ હોય છે. જેને ‘લીપયર' ની ઓળખ અપાય છે. હિજરી કેલેન્ડર ચંદ્ર દર્શન આકાશ દેખાય તે દિવસથી જ નવા માસનો પ્રારંભ ગણાય છે. જયારે મીસરી કેલેન્ડર ચંદ્ર ગતિ આધારિત છે પણ તેનું કેલેન્ડર અગાઉથી તૈયાર થયેલુ જ રહે છે. તેમાં ચંદ્ર દર્શનની આવશ્યકતા રહેતી નથી. હિજરી કેલેન્ડરનો પ્રારંભ મહંમદ પયગમ્બર સાહેબના આગમન બાદ તેઓના હિઝરત પ્રસંગ બાદ થયો છે.
હવે મૂળ વાત, વિશ્વસ્તરે જે પ્રચલીત અંગ્રેજી કેલેન્ડર છે. તેની વાત કરીએ તો, ૨૦૨૬નું વર્ષ હવે થોડા જ દિ'માં શરૂ થશે. વિતેલા ૨૦૧૫ના વર્ષનું કેલેન્ડર અને હાલનું ૨૦૨૬નું કેલેન્ડર જો બાજુ-બાજુમાં રાખીએ અન.ે તેની પહેલી જાન્યુઆરીથી ૩૧ ડીસેમ્બર સુધીના દરેક માસ- દિવસો- વારની સરખામણી કરીએ તો ૨૦૨૬નું કેલેન્ડર ગુરૂવારથી શરૂ થઇ, ગુરૂવારે પૂર્ણ થશે તેવું જ ૨૦૧૫ના કેલેન્ડરમાં જોવા મળશે. બલ્કે આખા વર્ષના ૩૬૫ દિવસો અને વાર બધુ જ એક સરખુ ૨૦૧૫ અને ૨૦૨૬ ના કેલેન્ડરોમાંનું કેલેન્ડર હશે તો એ ૨૦૨૬ના આખા વર્ષ માટે ટનાટન ચાલશે.
હવે ભૂતકાળ જોઇએ તો ૨૦૨૬ના વર્ષ જેવા જ સરખા કેલેન્ડરો પૈકી, ૧૯૦૩-૧૯૧૪-૧૯૨૫-૧૯૩૧-૧૯૪૨-૧૯૫૩-૧૯૫૯-૧૯૭૦-૧૯૮૧-૧૯૮૭-૧૯૯૮ અને છેલ્લે ૨૦૧૫માં જોવા મળે છે. વળી ભવિષ્યની વાત કરીએ તો ૧૧ વર્ષ બાદ ૨૦૩૭નું કેલેન્ડર પણ ૨૦૨૬ જેવુ જ હશે. ૨૦૨૬ના પુરા વર્ષમાં ૫૩ સપ્તાહ આવેલા છે. વર્ષનો પ્રથમ દિવસ ગુરૂવાર છે. અને વર્ષનો અંતિમ દિવસ પણ ગુરૂવાર જ છે.
અંગ્રેજી અને હિજરી કેલેન્ડરોમાં વાર્ષિક દિવસોના તફાવતને સાદા ઉદાહરણથી જોઇએ તો અંગ્રેજી વર્ષ મુજબ કોઇ વ્યકિત ૧૦૦ વર્ષની છે તો એજ વ્યકિતની વયને હિજરી અને મિસરી કેલેન્ડરો મુજબ ગણત્રી કરીએ તો એ જ વ્યકિતાની ઉમર ૧૦૩ વર્ષની અર્થાત ત્રણ વર્ષ વધુ થયેલી હશે. અંતે કેલેન્ડરના વિષય સંબંધિત એક ગુજરાતી કવિ ચંદ્રેશ મકવાણા લીખિત ગઝલની એક પંકિત પણ જોઇએ ‘‘ના પડે પડદા તો પાડી નાખતું,બારણા બારી ઉઘાડી નાખ તું, એક સરખા હો દિવસ- મહિના- વરસ, તો આ કેલેન્ડરને ફાડી નાખ તું''
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
