<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

કાલથી ફરી ઠંડી ઘટશે

આજે ઠંડીની અસર વર્તાઇ પણ : હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિ' સુધી ગુજરાતમાં તાપમાન વધશે

(મહંમદ રાઠોડ દ્વરા) વાંકાનેર તા. ૧૭ :.. આજે રાત્રે અને મોડી સવાર સુધી તાપમાન ગગડી જતાં શિયાળાની ઠંડીની અસર જોવા મળી છે પણ આઇએમડીની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં તાપમાન ફરી ઉંચકાશે અને ઠંડીનું પ્રમામણ ઘટશે. જમ્‍મુ-કાશ્‍મિર લદાખ પરથી એક બાદ એક વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ પસાર થઇ રહ્યા છ.ે જો કે મજબૂત વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સનો હજુ પણ અભાવ જોવા મળી રહ્યો છે. વેધર એનાલીસિસ્‍ટો અનુસાર આગમી ર૦ ડીસેમ્‍બર આસપાસ દસ્‍તક દેનાર ડબલ્‍યુડી.ના પ્રભાવે ઉત્તરના રાજયોમાં સ્‍નોફોલ થવાની સંભાવના હોઇ ડીસેબરના અંતિમ દસકામાં ઠંડીનો પ્રભાવ વધી શકે છે.

ડીસેમ્‍બરના સેકન્‍ડ હાફમાં સતત કડકડતી ઠંડીનો દૌર શરૂ થઇ ચૂકયો હોય છે પણ હાલ મજબૂત ડબલ્‍યુડીના  અભાવે ઠંડીનો પ્રભાવ થોડો મોડો શરૂ થઇ રહ્યો છે

(11:34 AM IST)