તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Wednesday, 17th December 2025
પાટણવાવના તલંગણા ગામે બાઇક સાથે પાડી અથડાતા યુવાન ઉપર લાકડીથી હુમલો
વિંછીયાના ગુંદાળા ગામે જૂની ફરિયાદનો ખાર રાખી યુવાન અને તેના બનેવી ઉપર ટ્રેકટર ચડાવી મારી નાખવાની ૪ શખ્સોએ ધમકી આપી

રાજકોટ તા. ૧૭: પાટણવાવના તલંગણા ગામે બાઇક સાથે પાડી અથડાતા બાઇક ચાલાક યુવાન ઉપર લાકડીથી હુમલો થયો હતો.
મળતી વિગતો મુજબ તલંગણા ગામે રહેતા અને ખેતી કામ કરતા રોહિતભાઇ વેજાણંદભાઇ નંદાણીયા (ઉ.વ. ૩૭) બાઇક લઇને વાડીએ જતા હતા ત્યારે તે જ ગામના લાખા અરજણભાઇ ભારાઇ ભેંસો લઇ જતા હોય પાડી બાઇક સાથે અથડાતા ગાળો આપી રોહિતભાઇ ઉપર લાકડીથી હુમલો કરી મારમાર્યો હતો. આ અંગે રોહિતભાઇએ લાખા ભારાઇ સામે ફરીયાદ કરતા પાટણવાવ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તેમજ વિંછીયાના ગુંદાળા ગામે જૂની ફરીયાદનો ખાર રાખી રવજીભાઇ વિક્રમભાઇ ધરજીયા ધોરઇ ગામને ગુંદાળા ગામના અલ્પેશ પ્રાગજીભાઇ કટેશીયા, અશોક પ્રાગજીભાઇ કટેશીયા તથા દિનેશ શિવાભાઇ કટેશીયાએ ફોનમાં તેને તથા તેના બનેવીને ટ્રેકટર ચડાવી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે રવજીભાઇએ ઉકત ત્રણેય સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
