News of Wednesday, 17th December 2025
ચિત્રાવડ (પાટી)ના સરપંચને સસ્પેન્ડ કરતા રાજકોટ ડી.ડી.ઓ.
ગંભીર ફરીયાદના ચકચારી કિસ્સામાં જયેન્દ્રસિંહ ચુડાસમા સામે પગલુ

રાજકોટ, તા., ૧૭ : જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ (પાટી) ગામના સરપંચ સામે મહિલાની ગંભીર ફરીયાદના ચકચારી કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે એ નૈતિક અધઃપતનના આરોપસર સરપંચ જયેન્દ્રસિંહ ચુડાસમાને પદ પરથી સસ્પેન્ડ કર્યાનું જાણવા મળે છે. સરપંચ સામે મહિલાઍ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(ર), ૩ર૯(૩), ૩પ૧ (૩) હેઠળ ફરીયાદ નોîધાવેલ. ૪૮ કલાકથી વધુ સમયના જેલવાસને ધ્યાને રાખી ડીડીઅોઍ તેમને ફરજ મોકુફ કરતો હુકમ કર્યો છે.
સરપંચ સામે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયાની જાણકારી મળતા ડીડી ઓ એ તેમને ૧પ દિવસની મુદતની શોકોઝ નોટીસ આપેલ. આ કેસમાં પોલીસ અને તાલુકા પંચાયત કચેરી દ્વારા વિગતવાર અહેવાલ આવતા ડીડી ઓ એ સરપંચને સસ્પેન્ડ કર્યા છે. ર૮ નવેમ્બરે ગુન્હો દાખલ થયો હતો. ર૯ નવેમ્બરે અટકાયત કરવામાં આવેલ. ૩૦ નવેમ્બરે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતા.હાલ ધોરાજી સબ જેલ હવાલે છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
