News of Wednesday, 17th December 2025
ગોસા ગામે વાડી માલિકની હત્યા મોટી મારડના કાકા-ભત્રીજા કરેલઃ રખોયુ કરનાર કાસમ સુરેન્દ્રનગરથી ઝડપાયો

પોરબંદર તા.૧૭: ગઇ તા ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ કાનાભાઇ નાથાભાઈ ઓડેદરા (ઉ.વ.૫૧) રહે,ગોસા. ગ.મ. વિસાણા ફળીયુ તા જ પોરબંદર વાળાએ આ કાપના અજાણ્યા આરોપ ઇસમ ભરતભાઇ નાથાભઇ ઓડેદરાને જમણા પગે સાથળના લાગે કેશી હાથ બનાવટની બદુંકથી ઇજા કરી મોત નિપજાવેલ હોવાની હકિકત જાહેર કરતા જે બનાવ અનુસંધાને નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થયેલ.
સદરહું ગુનામાં ગોરા ગામ વાડી વિસ્તારમાં વાડીઓમાં રખોયુ કરવા માટે ગામ લોકો દ્વારા બે ઇસમ નામે કાસમ જુમાભાઈ ખારી તથા સાજણ ખારી રહે, બજે મોટી મારડ ગામ તા.ધોરાજી વાળાઓને રૂા. ૯૦,૦૦૦/- અ.પી રખોયુ કરવા માટે સીમમાં રાખવામાં આવેલ, જેથી સદરહું બનાવ બાદ ઉપરોકત બન્ને ઇસમોની શોધખોળ કરતા મળી આવેલ નહીં. જેથી બંજો ઇસમે મર્ડરના બનાવમાં શંકાસ્પદ જણાતા બંકો ઇસમોની વધુ વિગતો ટેકનીકલ રાહે તથ અંગત બાતમીદારો મારફતે મેળવતા કાસમ અને સાજણ બંન્ને કાકા-ભત્રીજા થતા હોય. બનાવ બન્યા બાદ બન્ને ઇસમો લખતર વિસ્તારમાં છુપાયેલ હોવાની હકીકત મળેલ, જેથી ટીમ બન.વી. સુરેન્દ્રનગર ખાતે મોકલી તપાસ કરતા શકદાર કાસમ સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ કાંઠે આવેલ ઝુપડપટ્ટીમાંથી મળી આવતા મજકુરને પકડી પાડી પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત આપતો હોય અને પોતે પોતાની જામગરી બંદુક થી ફાયરીંગ કરેલ હોવાની હકીકત જણાવતા હસ્તગત કરી કાર્યવાહી થવા નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
