News of Wednesday, 17th December 2025
જેતપુરઃ ર૦૦ રૂા.ની ઉઘરાણીમાં માતા વિશે અપશબ્દ બોલતા મયુરને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દિધી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૭: શહેરના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂરો વચ્ચે ૨૦૦ રૂપિયા અને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા એક મજુરે શાક સુધારવાના ચાકુ વડે બીજા મજૂરની હત્યા નિપજાવી અન્ય સાથી મજૂરની મદદથી લાશને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી બન્ને આરોપીની ધરપકડ કરી હતી.
શહેરના જેતપુર બાયપાસ રોડ પર બળદેવધારની સામેના ખુલ્લા મેદાનમાં સ્થાનિક મહિલાઓ સવારે શૌચકાર્ય માટે જતા ત્યાં તેઓને આજે બીજા દિવસે પણ ગતરોજ જોયેલ યુવક ઉંધો પડ્યો હોવાનું નજરે પડતા મહિલાઓ દોડીને ઘરે આવી ગઈ હતી. અને ઘરના પુરુષોને જાણ કરતા તેઓ સ્થળ પર જઈને જોયા બાદ ઉધોગનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી મળતદેહ જોતા માથામાં એક પાટો વારેલ હતો. અને શરીર પર પહેરેલ પેન્ટ, શર્ટ અને જેકેટ પર લોહીના નિશામ જોવા મળેલ હતાં. જેથી આ મળતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખસેડેલ ત્યાં મળતદેહનું ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા અજાણ્યા યુવાનનું ગળું કપાયેલ હતું. જેથી અજાણ્યા યુવાનનું અકસ્માતે અથવા બીમારી સબબ મોત નહિ પણ હત્યા થયાનું ખુલતા ઉદ્યોગનગર પોલીસે યુવાનની ઓળખ મેળવવા પોતાના હ્યુમન સોર્ષની મદદ લેતા તરત જ યુવાનની ઓળખ થઈ ગઈ હતી મળતકનું નામ સંજયકુમાર શ્રીરામ કબીરદાસ અને રહે મહુઆ જિલ્લો બાંદા યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
મળતકની ઓળખ બાદ પોલીસે તરત જ તેની સાથે રહેતા અને સાથે કામ કરતા આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન બીસ્કર્મ રહે બંને યુપીને શોધી કાઢી બંનેની યુક્તિઙ્ઘયુક્તિથી પૂછપરછ કરતા હત્યાનો આખો બનાવ કઈ રીતે બન્યો તે બહાર આવી ગયું હતું. જેમાં મળતક સંજયકુમાર પાસે સાથી મજૂર આશિષ પોતે ઉધાર આપેલ ૨૦૦ રૂપિયાની ઉઘરાણી કરતો હતો જેમાં થોડી બોલાચાલી થતા મળતકે આશિષને માતા વિશે અપશબ્દ બોલતા આશિષ ઉશ્કેરાઈને રૂમમાં જ શાક બનાવવાનું ચાકુ પડ્યું હતું તેના વડે હુમલો કરતા સંજયકુમારને ગળાન ભાગે એક ઘા લાગતા તે લોહીલુહાણ હાલતમાં તરફડયા મારીને ત્યાં જ દમ તોડી દીધો.
હત્યા બાદ ત્યાં અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હોય તેની મદદથી રાત્રીના સમયે એક મોટર સાયકલ પર મળતદેહ લઈને તેને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈને રૂમે અવિને ઉંઘી ગયા હતાં. પોલીસે આશિષની હત્યાના ગુન્હામાં અને રામચંદની મદદગારીના ગુન્હા હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
