News of Wednesday, 17th December 2025
પોરબંદરમાં લારી-ગલ્લા હટાવતું તંત્ર

પોરબંદરઃ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી (પ્રોજેકટ) ની સુચના થી ઇન્ચાર્જ સેનિટેશન ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, માર્કેટ ઈન્સ્પેકટર તથા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેકટરો સાથે રાખીને મેઇન રોડ તથા વાણિજ્ય વિસ્તારોમાં લારીઓ વારા ધંધાર્થીઓ દ્વારા ટ્રાફિક અડચણરૂપ તથા એજ જગ્યાએ ગંદકી કરીને ધંધો કરતાં ટોટલ ૧૦ ધંધાર્થીઓને રૂ. ૪૨૦૦/- દંડ કરી લારીઓ જપ્ત કરેલ છે. વધુમાં ધંધાર્થીઓને સ્વચ્છતા અંગે જાગળત થવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા ટ્રાફિક અડચણરૂપ ન થવા અને રાત્રિના સમયે લારીઓને સાથે લઈ જવા જાણ કરવામાં આવેલ હતી. (તસ્વીરઃ અહેવાલઃ પરેશ પારેખ પોરબંદર)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
