<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

કોઈ પણ ક્ષેત્રમાં સાચું લક્ષ્ય અને યોગ્‍ય દિશામાં મહેનતથી સફળતા મળેજઃ ડો વિરમભાઇ ગોઢાણીયા

પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થિની શ્રી પ્રિયા કોડીયાતરએ રમતગમત ક્ષેત્રે ઇન્‍ટર નેશનલ સિધ્‍ધિ મેળવી ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિવાદનઃ દુબઈ ખાતે એશિયન ગેમ્‍સ ૨૦૨૫માં બોન્‍ડ મેડલ (કાંસ્‍ય ચંદ્રક) હાંસલ કરી વધાર્યું ગુજરાતનું ગૌરવ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૭:  છેલ્લા આડત્રીસ વર્ષથી શિક્ષણ શિસ્‍ત સંસ્‍કાર ઘડતરમાં શિરમોર પોરબંદરની શ્રીમાલદેવ જી ઓડેદરા સ્‍મારક ટ્રષ્ટ સંચાલિત ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થિની શ્રી પ્રિયા સરમણ ભાઇ કોડી યાતર એ રમત ગમત ક્ષેત્રે ઇન્‍ટરનેશન સિધ્‍ધિ મેળવી ગુજરાત નું ગૌરવ વધારવા બદલ અભિનદન વર્ષા થવા પામી છે

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ની એસ. વાય. બી. એ.  સમાજશાસ્‍ત્રની વિદ્યાર્થિની શ્રી પ્રિયા સરમણ ભાઇ કોડીયાતરે  દુબઇ ખાતે તાજેતરમાં રમાયેલી એશિયન યુથ પેરા ગેમ્‍સ ૨૦૨૫ માં બોન્‍ઝ મેડલ (કાંસ્‍ય ચંદ્રક)  મેળવી કોલેજ  સહીત દેશ ગુજરાતન નું ગૌરવ વધારવા બદલ  ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે આવે લ ટ્રસ્‍ટની ઓફિસ ખાતે અભિવાદ કાર્યકેમ યોજવામાં આવ્‍યો હતો

રમત ગમત ક્ષેત્રે ઇન્‍ટરનેશન સિધ્‍ધિ મેળવવા બદલ ટ્રસ્‍ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા એ આ સિઘ્‍ધિ ને બિરદાવતા જણાવ્‍યું હતું કે. રમત ગમત ક્ષેત્રે સંકુલ ના દિકરા દિકરી ઓને પ્રોત્‍સાહન પૂરું પાડવા ટ્રષ્ટ દ્વારા શહેરની મધ્‍યમાં સૌથી મોટું મેદાન સહિતની માળખા ગત સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે જેમાં રમત ગમત ક્ષેત્રે દિકરા દિકરી ઓને  કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્‍યારે દીકરા દિકરીઓ રમત ગમત ક્ષેત્રે ઇન્‍ટરનેશન સિધ્‍ધિ મેળવે તે અભિનંદનીય છે તેમણે વધુમાંવિદ્યાર્થીઓ ને સંદેશ આપતા જણાવ્‍યું હતુ કે  પોતાનું લક્ષ્ય નક્કી કરવું અને પોઝીટીવ વિચાર સાથે સતત મહેનત કરતી રહેવી તો સફળતા ચોકસ મળેજ વિદ્યાર્થીઓ એક અનંત શક્‍તિ, એક સ્‍વપ્નું લઈને ચાલે તો તેઓ જીવનમાં સર્વોતમ સિધ્‍ધિ પ્રાપ્ત કરી શકે તેનું ઉતમ ઉદારણ પ્રિયા કો ડી યા તર છે તેઓએ નારી સશક્‍તિકણ નું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.

આ પ્રસંગે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો કેતન ભાઇ શાહ એ સ્‍પોર્ટ્‍સ કલ્‍ચર ઊભું કરવા મા ગોઢાણીયા સંકુલ અગ્રેસર રહ્યું છે  ત્‍યારે પ્રિયા જેવીદીકરી ઇન્‍ટરનેશનલ સિધ્‍ધિ મેળવી ને દિકરા દીકરીઓ ને માટે પ્રેરણાસ્‍ત્રોત રહ્યા છે પ્રિયા શરીરથી ભલે ડિસેબલ હોય પણ મન થી મજબૂત હોય તેને કોઈ રોકી શકતું નથી તેમને સંકુલ ની રમત ગમત ક્ષેત્રે ની પ્રવળત્તિ ની વિકાસ ગાથા વર્ણવી ને ઉપસ્‍થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે પોરબંદર જીલ્લા રમત ગમત અધિકારી શ્રી પ્રવિણા બેન પાંડાવદરા એ પોરબંદર માં રમતગમત ક્ષેત્રની અત્‍યાધુનિક સુવિધા રાજ્‍ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે જેથી રમત ગમત નું પ્રોત્‍સાહક વાતાવરણ પુરુ પાડવામાં આવતા પોરબંદર જિલ્લા ના ખેલાડીઓરાજ્‍ય દેશ દુનિયા સ્‍તરે આગળ છે તેમણે દીકરીની સિધ્‍ધિ ને બિરદાવી હતી આ પ્રસંગે પોરબંદર ની ગોઢાણીયા બી એડ કોલેજ નાં ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ જણાવ્‍યું હતું કે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ દિકરા દિકરી ને રમત ગમત ક્ષેત્રે ઉમદા પ્‍લેટ ફોર્મ પૂરું પાડે છે આથી સંકુલ ના દિકરા દીકરીઓ નેશનલ અને ઈન્‍ટરનેશનલ સસ્‍તરે સિધ્‍ધિ હાંસલ કરી રહ્યા છે તે ગૌરવપ્રદ છે ગુજરાતમાં ર્સ્‍પ્રોટસ કલ્‍ચર ઊભું થયું છે સને ૨૦૩૦ માં કોન્‍વેલ્‍થ ગેમ્‍સ અને ૨૦૩૬ માં ઓલિમ્‍પિક રમતોત્‍સવ ની પૂર્વ તૈયારી ચાલી રહી છે તેમજ ખેલમહાકુંભ જેવી રમતો ના કારણે ખેલાડીઓને પ્રોત્‍સાહક વાતાવરણ નું નિર્માણ થતા યુવાનો યુવતીઓ  ખુબ આગળ વધે રહ્યાં છે  યુવાનો માટે રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્‍ય ગણાવી અભિનંદન આપ્‍યા હતા  આ તકે રમત ગમત ક્ષેત્ર ઇન્‍ટરનેશન સિધ્‍ધિ હાંસલ કરવા બદલ શ્રી પ્રિયા સરમણ ભાઇ કોડી યા તર નું  ટ્રસ્‍ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા ના હસ્‍તે  મેડલ સર્ટિફિકેટ અને ઉષ્‍મા વસ્‍ત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા આ અવસરે ટેસ્‍ટ ના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી અર્જુન ભાઇ મોઢવાડિયા ટ્રસ્‍ટી શ્રી ભરત ભાઇ ઓડેદરા શ્રી મતી શાંતા બેન ઓડેદરા શ્રી મતી જયશ્રી બેન વિરમભાઇ ગોઢાણીયા શ્રી ભરત ભાઇ વિસાણાં સહીતના ટ્રસ્‍ટી ગણે ઇન્‍ટરનેશન ક્ષેત્ર સિધ્‍ધિ હાંસલ કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્‍છાઓ પાઠવી હતી આ અ ભી વાદન અવસરે ગોઢાણીયા મહિલા કોલેજ નાં પ્રિન્‍સીપાલ ડો કેતન ભાઇ શાહ, પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી  પ્રવિણા બેન પાંડાવદરા ગોઢાણીયા બી એડ કોલેજ નાં ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનાસગર ભાઈ ખુંટી, ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ સંકુલ ના એ ન. સી સી ઓફિસર  શાંતિ બેન ભૂતિયા, ટ્રસ્‍ટના અંગત સેક્રેટરી  કમલેશ ભાઇ થાનકી, ભાવેશ ભાઇ મોઢા,  વિજય ભાઇ થાનકી સહીત સંકુલ પરિવાર હાજર રહ્યો હતો

(12:07 PM IST)