<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

જસદણમાં ગોગો પેપર વેચનારાઓ સામે એસઓજીની તવાઈ :બ્લુ સ્ટાર પાનના ગલ્લામાંથી ગોગો પેપર મળ્યા

તપાસ દરમિયાન પ્રી-રોલ ગોગો કોન, કેપ્ટન ગોગો ટુ રોલિંગ પેપર તેમજ ગોગો રોલિંગ પેપર સહિતનો અંદાજે 2 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લાના જસદણમાં ગોગો પેપર વેચનારાઓ સામે SOG દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. SOGની અલગ-અલગ ટીમોએ પાનના ગલ્લાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું, દરમિયાન ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં આવેલ બ્લુ સ્ટાર પાનના ગલ્લામાંથી ગોગો પેપર મળી આવ્યું. તપાસ દરમિયાન પ્રી-રોલ ગોગો કોન, કેપ્ટન ગોગો ટુ રોલિંગ પેપર તેમજ ગોગો રોલિંગ પેપર સહિતનો અંદાજે 2 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે દુકાનદારને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:44 PM IST)