News of Wednesday, 17th December 2025
જામનગરના કાલાવડ પાસે કાર ચાલકે હડફેટે લેતા એકટીવા ચાલક હોમગાર્ડ જવાનનુ મોત : જુઓ વિડિયો
કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો : કાલાવડ પોલીસ દ્વારા શોધખોળ : મૃતકના પરિવારમાં ઘેરો શોક

(હર્ષલ ખંધેડિયા દ્વારા)નવાગામ તા.૧૭ : જામનગર જિલ્લા કાલાવડ જામનગર હાઈવે પર હિટ એન્ડ રન ની ધટના હોમગાર્ડ જવાન નું ધટના સ્થળે મોત થયું છે.કાલાવડ જામનગર હાઈવે પર ગત મોડીરાત્રે ITI પાસે જામનગર તરફથી ફૂલ ઝડપે આવતી કાર એ ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ને બાઈક ચાલકને હડફેટે લીધો હતો.
ફૂલ ઝડપે આવતી કારે એવી ટક્કર મારી કે બાઈક ચાલક હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું ધટનના સ્થળે જ મોત નીપજ્યું....કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છે હતા.બનાવ ની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ ધટનના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા ગાડી ના નંબર ઉપરથી કાર ચાલક ની શોધખોળ હાથ ધરવામાં આવી...હોમગાર્ડ જવાન ગિરીશનુ મોત થતાં પરિવાર માં શોક લાગણી છવાઈ ગઈ છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
