News of Wednesday, 17th December 2025
જામનગર એલસીબીનો સપાટો : જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓને 1.80 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા
બાતમીના આધારે રાજગોર ફળીમાં પ્રશાંત એપાર્ટમેન્ટની સામે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

જામનગર શહેરમાં જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓને રોકડ રૂપીયા, ગંજીપતાના પાના તથા મો.સા. મળી કુલ રૂ. ૧,૮૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી લેવાયા છે
પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ,અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા મયુદીનભાઇ સૈયદને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં રાજગોર ફળીમા પ્રશાંત એપાર્ટમેન્ટ પાસે, જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી રોકડ રૂ. ૩૦,૨૦૦/- ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ. 00/00 તથા બે મો.સા. કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૮૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ ધમેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઈ. ઘનશ્યામભાઇ ડેરવાળીયાએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
૧) રાજેશભાઇ હરીભાઇ મકવાણા રહે. ચૌહાણ ફળી શેરી નંબર-૩ રણજીત રોડ જામનગર
૨) તુષારભાઇ ચંદુલાલ મહેતા રહે. ચાંદીબજાર, ડેલી ફળી જામનગર
૩) ભરતભાઇ મોહનભાઇ કલ્યાણી રહે. અણંદાબાવાનો ચકલો, રાજગોર ફળી શેરી નંબર-૨ જામનગર
૪) પરેશભાઇ નાનાલાલ સોઢા રહે. પ્રણામી-3 બ્લોક નંબર-૩૩ રણજીત સાગર રોડ જામનગર
૫) નરેશભાઇ ચમનલાલ શાહ રહે. અણંદાબાવા નો ચકલો, રાજગોર ફળી શેરી નંબર-૨ જામનગર
૬) મહેન્દ્રસિંહ લખમણજી રાઠોડ રહે. ગોકુલધામ સોસાયટી શેરી નંબર-૪, ગાંધીનગર પાસે જામનગર
૭) રમેશભાઇ ચકુભાઇ મકવાણા રહે. સ્વામીનારાયણનગર શેરી નંબર-૭ સમશાનની પાછળ, જામનગર
૮) પ્રદિપભાઇ કિશોરભાઇ બારડ રહે. ચૌહાણફળી શેરી નંબર-૨, રણજીત રોડ જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
