News of Wednesday, 17th December 2025
મોરબી કોંગ્રેસ આગેવાનોએ શહીદ પરિવારની મુલાકાત લીધી, રૂ ૭૫,૦૦૦ ની રકમ અર્પણ કરી.
અંતિમ યાત્રામાં હજારોની મેદની જોડાઈ અને વીર જવાનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વતની દલવાડી સમાજના સ્વ. ગણેશભાઈ પરમાર ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને તાજેતરમાં તેઓ શહીદ થયા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારે શહીદ પરિવારને રૂ ૭૫,૦૦૦ ની સહાય અર્પણ કરી છે.
સ્વ. ગણેશભાઈ પરમાર ભારતીય સેનામાં ફરજ પર શહીદ થયા હતા જેને પગલે મોરબી ખાતે તેમની અંતિમ યાત્રામાં હજારોની મેદની જોડાઈ હતી અને વીર જવાનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારે ગત રાત્રીના શહીદ પરિવારની મુલાકાત લીધી હતી અને જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ ૭૫,૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
