<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ગૌચરના મુદ્દે નખત્રાણા તાલુકાના સરપંચ સંગઠને ધરણા યોજ્યા

સરપંચ, ઉપસરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, આગેવાનો સહિતનાઓ ધરણામાં જોડાયા

નખત્રાણા તાલુકામાં આવતા ગામના સરપંચોએ ધરણા યોજ્યા હતા. ગૌચરના મુદ્દે નખત્રાણા તાલુકાના સરપંચ સંગઠને ધરણા યોજ્યા હતા. નખત્રાણા પ્રાંત કચેરી બહાર પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. સરપંચ, ઉપસરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, આગેવાનો સહિતનાઓ ધરણામાં જોડાયા હતા. ગૌચરની માપણી, ગૌચરની જમીન કંપનીઓને ફાળવણી, ગૌચર જમીન માટે ગ્રાન્ટ ફાળવણી સહિતના મુદ્દે સરપંચો ધરણા પર બેઠા હતા. વિવિધ સામાજિક સંગઠન દ્વારા ધરણાને સમર્થન અપાયું હતું

 

(11:14 PM IST)