<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ધારીના દલખાણીયામાં ખેડૂતે જમીન વેચતા બે ખંડણીખોરોએ જબરજસ્તથી 5 લાખ પડાવી લીધા : પોલીસે બંનેને પકડી લીધા

ખેડૂતની 12 વિધાની જમીન વેચતા 2 શખ્સોએ 5 લાખ ખાતામાં બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા હતા

અમરેલીના ધારીના દલખાણીયામાં જમીન વેચનાર ખેડૂત પાસે જબરજસ્તીથી ખંડણી વસૂલનારા 2 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખેડૂત દ્વારા વેચાયેલ જમીનના પૈસા આવતા, 2 શખ્સોએ ખેડૂત પાસે ખંડણી માંગી હતી. ખેડૂતને અભદ્રભાષાનો મારો કરી, બિભત્સ ગાળો આપી, જાનથી મારી નાખવાની બન્ને શખ્સોએ ધમકી આપી હતી. એટલું જ નહીં, ખેડૂતની 12 વિધાની જમીન વેચતા 2 શખ્સોએ 5 લાખ ખાતામાં બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા હતા. ખેડૂત પાસેથી જબરજસ્તીથી ખંડણી વૂસલનારા  રાજુ સુખડિયા અને જનાભાઈ વાળા વિરુદ્ધ  પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે  બન્ને ખંડણીખોર શખ્સોની અટકાયત કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:49 PM IST)