<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

માન ઇન્‍ડસ્‍ટ્રીઝ ઉપર ઇન્‍કમ ટેક્‍સના સર્ચ ઓપરેશનનો રેલો કચ્‍છ સુધી પહોચ્‍યો.

અંજારમાં કંપનીના પ્‍લાન્‍ટ ઉપર રાજકોટની ત્રણ ટીમો દ્વારા તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૮:  ઇન્‍ડસ્‍ટ્રીઝ ક્ષેત્રે જાણીતા માન ગ્રુપના મુંબઈ એકમ ઉપર શરૂ થયેલ ઇન્‍કમ ટેક્‍સના સર્ચ ઓપરેશનનો રેલો કચ્‍છ સુધી પહોંચ્‍યો છે. કચ્‍છના અંજાર તાલુકાના ખેડોઈ ગામ પાસે આવેલા માન કંપનીના ત્રણ યુનિટો ઉપર સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી બિન સત્તાવાર માહિતી મુજબ રાજકોટની આઇટીની ત્રણ ટીમો દ્વારા ગઈકાલથી સર્ચ ઓપરેશન ચાલુ છે. જોકે, આ તપાસની કે ડિસ્‍ક્‍લોઝર સહિતની માહિતી અંગે કોઈ સત્તાવાર જાણકારી અપાઈ નથી. 

(11:31 AM IST)