<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

સડકપીપળીયા ગામ પાસે રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા યુવાન પર હૂમલો

પંકજ ઉર્ફે ભુરો મકવાણાની ગોંડલ તાલુકા પોલીસમાં બે શખ્‍સો સામે ફરિયાદ

રાજકોટ તા.૧૮: ગોંડલના સડક પીપળીયા ગામ પાસે એકટીવા લઇને ઉભેલા યુવાને ત્‍યાંથી પુરઝડપે નીકળેલા રીક્ષા ચાલકને રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા રીક્ષાચાલક સહિત બે શખ્‍સોએ યુવાનને ધોકા વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સડક પીપળીયા ગામમાં જૂની બેંક ઓફ બરોડા બેંક સામે રહેતો પંકજ ઉર્ફે ભુરો દેવશીભાઇ મકવાણા (ઉ.વ.૩૨)એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સીએનજી રીક્ષાના ચાલક તથા એક જીઆરડી તરીકે નોકરી કરતા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્‍યું છે કે તે પોતાનું એકટીવા લઇને ગામના રામાપીરના મંદિર પાસે ઉભો હતો ત્‍યારે એક શખ્‍સ પોતાની રીક્ષા પુરઝડપે ચલાવીને નીકળતા તેને રોકીને રીક્ષા ધીમે ચલાવવાનું કહી ઠપકો આપ્‍યો હતો. બાદ રીક્ષાચાલક જતો રહયો હતો. બાદ તે એકટીવા લઇને રીબડા ચોકડી પાસે પહોંચતા આ રીક્ષા ચાલક અને તેની સાથે એક જીઆરડીનો સભ્‍ય બંને ત્‍યા ઉભા હતા અને યુવાનને રોકી ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ બંનેએ ધોકા વડે મારમારતા ફરિયાદીને કાનના ભાગે તથા પગમાં ઇજા કરી હતી. આ અંગે યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

(11:40 AM IST)