<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

સમાજને વ્‍યસનમુકત કરવા પૂ.લાલબાપુની દારૂબંધી માટે ક્રાંતિકારી જાહેરાત

પૂ.લાલબાપુએ જાહેરાત કરી કે જે વ્‍યકિત તેમની પાસે આવીને દારૂના વ્‍યસનનો ત્‍યાગ કરશે તે વ્‍યકિતના આત્‍મકલ્‍યાણ અને પાપમૂકિત માટે પૂજય બાપુ પોતે ૧૧૦૦ ગાયત્રી મંત્રોના જાપ કરીને તે પૂણ્‍ય તે વ્‍યકિતને અર્પણ કરશે

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા ૧૮: દેશ વિદેશના લાખો લોકોના આસ્‍થાના કેન્‍દ્ર ભજન ભોજન અને ભક્‍તિના ત્રિવેણી સંગમ અને માત્ર ને માત્ર જીવાત્‍માઓના કલ્‍યાણ અર્થે પોતાનું જીવન સમર્પિત કરેલ છે. તેવા સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ ગધેથડ ના ગાયત્રી આશ્રમના સંત શિરોમણી પૂજ્‍ય લાલબાપુએ સમાજ સુધારણા માટે એક અત્‍યંત પ્રસંશનીય અને અનોખો સંકલ્‍પ જાહેર કર્યો છે કે વર્તમાન સમયમાં જ્‍યારે દારૂ અને અન્‍ય વ્‍યસનો અનેક પરિવારોની સુખ શાંતિ હણી રહ્યા છે. ત્‍યારે લાલબાપુએ વ્‍યસનનીઓને સતમાર્ગે વાળવા માટે આધ્‍યાત્‍મિક આહવાન કર્યું છે બાપુએ જાહેરાત કરી છે કે જે કોઈ વ્‍યક્‍તિ તેમની પાસે આવીને હંમેશા માટે દારૂના વ્‍યસનનો ત્‍યાગ કરશે અને દારૂ છોડવાનો મક્કમ નિર્ણય કરશે તે વ્‍યક્‍તિના આત્‍મક કલ્‍યાણ અને પાપ મુક્‍તિ માટે પૂજ્‍ય બાપુ પોતે ૧૧૦૦ ગાયત્રી મંત્રોના જાપ કરીને તે પુણ્‍ય તે વ્‍યક્‍તિને અર્પણ કરશે. સામાન્‍ય રીતે વ્‍યસન છોડવું એ શારીરિક કરતાં માનસિક લડાઈ વધુ હોય છે અને આ લડાઈમાં જ્‍યારે કોઈ સિદ્ધ સંતના આશીર્વાદ અને મંત્ર શક્‍તિ ભળે છે ત્‍યારે વ્‍યક્‍તિનું આત્‍મબળ અનેક ગણું વધી જાય છે.ગાયત્રી મંત્રએ શબ્‍દ બુદ્ધિનો મંત્ર છે અને બાપુનો આ સંકલ્‍પ એ વાતની પ્રતીતિ કરાવે છે કે સંતો હંમેશા સમાજના નાનામાં નાના માણસની ચિંતા કરતા હોય છે. આ પહેલથી માત્ર વ્‍યક્‍તિ જ વ્‍યસન મુક્‍ત નહીં બને પરંતુ તેનો આખો પરિવાર બરબાદ થતો બચશે. લાલબાપુના આ આશીર્વાદ રૂપી જાપનો લાભ લેવા અને જીવનને નવી દિશા આપવા માટે મોટી સંખ્‍યામાં લોકો પ્રેરાઈ રહ્યા છે. આ એક એવી ક્રાંતિ છે જ્‍યાં દંડ કે ડરથી નહીં પરંતુ ભક્‍તિ અને અધ્‍યાત્‍મિક ઉપહારથી કુરિવાજોને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. (તસવીરઃભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:41 AM IST)