<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પોરબંદરમાં ગોગો પેપરની પોલીસ દ્વારા તપાસ ઝુંબેશ

જુદી જુદી દુકાનમાંથી સ્‍મોકીંગ સ્‍ટ્રીપ જપ્ત કરીને દંડની વસુલાત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮ :  પોરબંદર એસ. ઓ. જી દ્વારા ગુજરાત સરકાર ના ગળહ વિભાગ દ્વારા તા. ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ પાન ગલ્લા પર વેચાણ થતા પ્રતિબંધિત વસ્‍તુ ઓ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ જે અન્‍વયે આજરોજ એસ. ઓ. જી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવેલ દરમિયાન પોરબંદર જિલ્લાના હાર્બર મરીન પોસ્‍ટે વિસ્‍તારના જાવર ગામના ભરત પાન એન્‍ડ ટી સ્‍ટોલ તેમજ કમલાબાગ પોસ્‍ટે વિસ્‍તારના ગોઢાણીયા કોલેજ રોડ પર આવેલ ચાઈ ઓર સૂટ્ટા આ બન્ને દુકાનો પર ગોગો પેપર  તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી સ્‍મોકિંગ સ્‍ટ્રીપ મળી આવેલ હોય જે કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કમલાબાગ પો.સ્‍ટે  દ્વારા ગુજરાત સરકાર ના ગળહ વિભાગ દ્વારા પાન ગલ્લા પર વેચાણ થતા પ્રતિબંધિત વસ્‍તુઓ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ જે અન્‍વયે પોરબંદર જિલ્લા અધિક્ષક  ભગીરથ સિંહ જાડેજાએ જિલ્લામા આ પ્રકારના કેસો શોધીને આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની  કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવેલ જે અન્‍વયે ઋતુ રાબા Dysp શહેર ડીવીજન પોરબંદરનાઓએ શહેર ડીવીજનમા કેસો શોધવાની  જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ.

   જે અન્‍વયે કમલાબાગ પી.આઈ. આર.સી.કાનમીયા દ્વારા (૧) PI વી. કે.ગોલવેલકર તથા (૨) PSI અંકિત ડોડીયા તથા (૩) PSI આર. ડી. નિનામા એમ અલગ અલગ ટીમો બનાવી એમ જી રોડ, ગોઢાણીયામાં કોલેજ રોડ, સ્‍ટેશન રોડ, ચોપાટી, બસ સ્‍ટેશન, રેલવે સ્‍ટેશન, છાંયા વિસ્‍તાર એમ અલગ અલગ જગ્‍યાએ ચેકીંગ હાથ ધરવામાં આવેલ. આ દરમિયાન કમલાબાગ પોસ્‍ટે વિસ્‍તારના ગ્‍લોબલ હોસ્‍પિટલ રોડ ઉપર  મોઢા કોલેજ સામે આવેલ ભગીરથ પાનની દુકાન પર ગોગો પેપર સ્‍ટીક ૧૫ જેની કિંમત ૧૫૦૦  તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી સ્‍મોકિંગ સ્‍ટ્રીપ કુલ ૬૯ મળી આવેલ જેની કિંમત ૬૯૦ હોય જે કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા  દ્વારા ગુજરાત સરકાર દ્વારા તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ જારહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ જે જાહેરનામાંમા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનુ સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્‍મોકીંગ કોન પરફેક્‍ટ રોલ જેવી માનવ સ્‍વાસ્‍થયને હાનીકારક વસ્‍તુઓના વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવેલ ઉપરોક્‍ત જાહેરનામા અન્‍વયેની વસ્‍તુઓના વેચાણ સદંતર બંધ કરવા અને આવા વ્‍યક્‍તિઓ પર કાયદેસ૨ની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેક્‍ટર વાય.જી.માથુકીયા તથા પી.ડી.જાદવ દ્વારા આવા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ જે અન્‍વયે એસ.ઓ.જી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવેલ દરમ્‍યાન કમલાબાગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગોઢાણીયા કોલેજ રોડ પર આવેલ ચાઈ ઓર સુટ્ટા નામની દુકાન તેમજ હાર્બર મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના જાવર ગામ ખાતે આવેલ ભરત પાન એન્‍ડ ટી સ્‍ટોલ પર ગેરકાયદેસર વેચાણ થતા ગોગો પેપર તેમજ સ્‍મોકિંગ ટ્રીપ મળી આવેલ જે કબ્‍જે કરી બંને દુકાનધારકોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ તથા હાર્બર મરીન પોલીસ સ્‍ટેશનમાં  જાહેરનામાં ભંગ બદલનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે.

 જેમાં  ઉદય માલદેભાઈ ઓડેદરા (ચાઈ ઓર સુટ્ટા સોપ) ઉ.વ.૧૯ રહે, એસ.એસ.સી. કોલોની, કવાર્ટર નં- SRT ૧૮,પોરબંદર, અરવિંદ બાબુભાઈ મોકરીયા (ભરત પાન એન્‍ડ ટી સ્‍ટોલ)ઉં.વ.૪૦ રહે, ગાત્રાળ પાનની પારો, જાવર, પોરબંદર સામે કાર્યવાહી કરી છે.

આ કામગીરીમાં (૧) પોલીસ ઇન્‍સપેકટરથી વાય. જી. માથુકીયા, તથા (૨) એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, (૩) દિપકભાઈ ડાકી. (૪) રવિન્‍દ્ર ચાંઉં (૫) પો.હેડ.કોન્‍સ. ભરતસિંહ ગોહીલ (૬) હરદાસભાઈ ગરચર (૭) ભીમાભાઈ ઓડેદરા. (૮) પો.કોન્‍સ. અરજનભાઈ ઓડેદરા (૯) દિલીપભાઈ મોઢવાડીયા (૧૦) સરમણ ખુંટી (૧૫) ચંદ્રસિંહ જાડેજા રોકાયેલ હતા

(12:13 PM IST)