News of Thursday, 18th December 2025
જુનાગઢ મહાશિવરાત્રી મેળાની હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સંતો- આગેવાનોની બેઠક
સાધુ- સંતો અને યાત્રિકોને વધુ સુવિધા મળે તે માટે આયોજનઃ ચર્ચા- વિચારણા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯: શિવરાત્રી - ૨૦૨૬ ને અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગર ખાતે ગોળમેજી બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ગિરનાર મંડળના પ્રમુખ સંતો , ધારાસભ્યશ્રી , પ્રભારી મંત્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી , મેયર , ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ગીરનાર યાત્રા ધામ વિકાસ બોર્ડના સભ્યો સહીતનું પ્રતિનિધીનમંડળ શિવરાત્રીના મેળા વિષે સૂચનો અને સર્વાંગી વ્યવસ્થા , સુચારુ આયોજન વિષે વિચાર વિમર્શ કર્યા હતા.મહેશગીરી બાપૂએ ખાસ સૂચવ્યું હતું કે શિવરાત્રીનો મેળો સંતો અને ભક્તો નો મેળો છે માટે સાધૂ સંતો અને ભક્તોને સુલભ સુવિધા મળે અને મેળાનું માહાત્મ્ય સમગ્ર વિશ્વમાં વધે એવા સૂચનો કર્યા હતા.
આ મિટિંગમાં સરકાર ના સિનિયર IAS આલોક પાંડે તથા જૂનાગઢના કલેકટર તથા એસપી પણ હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી શ્રી અને સંતો સાથે ભોજન કર્યું હતું.
જુનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે આગામી મહાશિવરાત્રી મેળા સંદર્ભે રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢના આગેવાનો અને સાધુ સંતો સાથેની એક બેઠક મળી હતી. જેમાં આગામી મેળા અંગેની વિસ્તળત ચર્ચા વિચારણાઓ કરાઈ હતી આ વખતનો મેળો લઘુ મહાકુંભ મેળો તરીકે બહુ ધામધૂમથી ઉજવવા માટેની તૈયારી સરકાર દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા આદરી દેવામાં આવેલ છે. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ સંઘવી સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ રૂપારેલીયા, સાધુ સંતોમાં પૂજ્ય મહેશ ગીરીબાપુ સહિતના સંતોએ હાજરી આપી હતી અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવાસીયા, spઓડેદરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગોૈરવ રૂપારેલીયા, મેયર ધર્મેશ પોશીયા, ડે મેયર આકાશ કટારા, શાસકપક્ષના નેતા મનન અભાણી, સ્ટેન્ડિગ કમીટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કલેકટર અનિલકુમાર રાણાવસીયા, એસ.પી. સુબોધ ઓડેદરા, શૈલેષ દવે, મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી, પૂ.મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, અમૃતગીરી બાપુ સહિતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
