<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

વિરમગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ર યુવકોના મૃતદેહ મળ્‍યા

બન્‍નેના મોતના કારણ અંગે પોલીસની તપાસ : હત્‍યા કે આત્‍મહત્‍યા ?

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮ : વિરમગામ પાસે પસાર થતી મોટી નર્મદા કેનાલમાંથી બે યુવાનોની શંકાસ્‍પદ રીતે લાશ મળી આવી છે ત્‍યારે આ અંગે વિરમગામ પોલીસ તંત્રને જાણકારી આપવામાં આવતા તાત્‍કાલિક અસરે વિરમગામ પોલીસ ઘટના સ્‍થળ ઉપર પહોંચી અને બંને યુવાનોની લાશનો કબજો લઈ અને સાર્વજનિક હોસ્‍પિટલે હાલમાં બંને લાશોને મોકલી આપવામાં આવી છે અને તાત્‍કાલિક અસરે બંને યુવાનો નર્મદા કેનાલ માંથી મળ્‍યા છે એટલે બંનેની ઓળખ મેળવવી પણ મોટી મુશ્‍કેલી બની છે ત્‍યારે વિરમગામ પોલીસ તંત્ર દ્વારા આ બંને યુવાનોની ઓળખ મેળવવા માટે જાહેરાત પણ કરવામાં આવી છે કે કોઈ વ્‍યક્‍તિ આ વ્‍યક્‍તિઓને ઓળખતું હોય તો વિરમગામ પોલીસ મથકનો સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવી છે ત્‍યારે આ બંને યુવાનોની લાસો ઉપર લોહીના ડાઘ પણ જોવા મળી રહ્યા છે ત્‍યારે કોઈ હત્‍યા કરીને આ યુવાનોને નાખી ગયા કે પછી આ યુવાનો દ્વારા આત્‍મહત્‍યા કરવામાં આવી તે અંગેની અનેક અટકળો હાલમાં પોલીસ તંત્ર દ્વારા શંકાસ્‍પદ રીતે વ્‍યક્‍ત કરવામાં આવી છે.

આ અજાણ્‍યા માણસની લાશ વિરમગામ મોટી નર્મદા કેનાલ માથી મળી આવેલ છે. આ બંને  લાશને કોઈ ઓળખાતા હોય તો વિરમગામ ટાઉન / રૂરલ પોલીસ સ્‍ટેશન નો સંપર્ક કરવા વિનંતી છે. 

(1:00 PM IST)