તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 18th December 2025
ભુજની પાલારા ખાસ જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી : વાઈફાઈ રાઉટર, સિમકાર્ડ, ફોનનુ ચાર્જર મળતા ખળભળાટ
ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કેદી સામે બીએનએસ અને પ્રિઝન એક્ટ કલમો તળે ગુનો નોંધાયો

કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેલના યાર્ડ 9ની 5 બેરેકમાં બિનવારસી હાલતમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી છે. જેલ પ્રતિબંધીત JIO કંપનીનું રાઉટર, JIOનું સિમકાર્ડ અને મોબાઈલ ફોનનું ચાર્જર મળી આવ્યું છે. સ્થાનિક ઝડતી સ્કોવર્ડએ 16 ડિસેમ્બરના રાત્રે 10:40 વાગ્યાએ કાર્યવાહી કરાઈ હતી. 17 ડિસેમ્બરના 5:15 વાગ્યાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કેદી સામે બીએનએસ અને પ્રિઝન એક્ટ કલમો તળે ગુનો નોંધાયો છે. પાલારા જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ પણ પાલારા ખાસ જેલમાં મોબાઈલ સહિતની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી ચુકી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
