News of Thursday, 18th December 2025
ધોરાજીમાં રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં પેરેડ અને હોર્ષ રાઇડિંગ સહિત ઇવેન્ટ યોજી ધોરાજી ડિવિઝન ની સંયુક્ત બેઠક લીધી
રાજકોટ રેન્જમાં સાયબર ક્રાઇમ નાથવા માટે 50 જેટલી એફઆઇઆર અને 200 થી વધારે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે કોઈપણ વ્યક્તિ પોતાનું ખાનગી એકાઉન્ટ ભાડે આપશે તો પોલીસ ખાનગી હોચ રાખીને તેમની સામે સખત કાર્યવાહી કરશે: અશોકકુમાર યાદવ (રેન્જ આઇ.જી) : રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ સાથે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ips ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહી ધોરાજી ડિવિઝન ના અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા બાબતે માર્ગદર્શન આપ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં પેરેડ અને હોર્ષ રાઇડિંગ સહિત ઇવેન્ટ યોજી ધોરાજી ડિવિઝન ની સંયુક્ત બેઠક લીધી હતી
રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન નો વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલા હતા આ સમયે ધોરાજી સીટી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ઉપલેટા ભાયાવદર પાટણવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં પેરેડ યોજી હતી
આ સમયે રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ એએસપી સિમરન ભારદ્વાજ સાથે ધોરાજી શહેર અને તાલુકા પોલીસ સ્ટેરાઠો નું નિરીક્ષણ કર્યું હતું અને તમામ વિભાગની મુલાકાત લઈ ધોરાજી શહેર અને તાલુકા પોલીસ અધિકારીઓને મહત્વની સૂચનાઓ આપી હતી
આ સમયે ધોરાજી પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશનની હેઠળ આવતા ધોરાજી શહેર તાલુકા તેમજ ઉપલેટા પાટણવાવ અને ભાયાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ધોધાજીના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર નું સન્માન કરવામાં આવ્યું હતું બાદ
રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ એ ધોરાજી ડિવિઝન ની અંદર શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૦ જેટલા પોલીસ કર્મચારીઓને સન્માન પત્ર આપીને સન્માનિત કર્યા હતા તેમજ ધોરાજી ડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ખૂબજ કડક રીતે અને ખૂબ જ લોકોને સારી રીતે પોલીસ નો ઉપયોગ કરી શકે તે ભાવથી ફરજ બજાવા તેમજ કાયદો અને વ્યવસ્થા બાબતની વિવિધ સૂચનાઓ આપી હતી
સમગ્ર કાર્યક્રમનો સંચાલન ભાયાવદરના પી.એસ.આઇ ધર્મેન્દ્ર રાખોલીયા દ્વારા કરવામાં આવેલું હતું
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ એસપી સિમરન ભારદ્વાજ ની હાજરીમાં રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ એ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવેલ કે હાલ ધોરાજી શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનની વિઝીટ કરી હતી તેમજ ધોરાજી ડિવિઝનના ઉપલેટા ભાયાવદર પાટણવાવ તેમજ ધોરાજી સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા બાબતે કડક હાથે કામ લેવાની સૂચનાઓ આપી હતી અને ધોરાજી ડિવિઝનનું પોલીસ સંકલન બહુ સારું છે તે બાબતે બિરદાવ્યા હતા
અને ખાસ જણાવેલ કે હાલ સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઇમ બાબતે ખૂબજ એક્ટિવ છે અને એ નાથવા માટે અભિયાન હાથ ધર્યું છે જેમાં રાજકોટ રેન્જમાં 50 જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે અને 200 થી વધારે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે
હું રાજકોટ રેન્જની અંદર આવતા તમામ લોકોને જણાવવું છું કે કોઈપણ લોકોના વાતમાં આવીને તમારું બેન્ક એકાઉન્ટ કોઈને ભાડે આપશો નહીં આ બાબતે રાજ્ય સરકાર ખૂબજ એક્ટિવ છે અને જે શંકાસ્પદ બેંક એકાઉન્ટ માં રૂપિયાની હેરાફેરી થઈ રહી છે તે બાબતે પણ પોલીસ ખાનગીમાં તપાસ કરી રહી છે કોઈપણ બાબતે કોઈને છોડવામાં આવશે નહીં કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે જેથી સમગ્ર રાજકોટ રેન્જમાં સાયબર ગુના વધે નહીં તે બાબતે રાજકોટ રેન્જ ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહી છે આ બાબતે લોકોએ પણ સાવચેત રહેવા અને ગુજરાત પોલીસ દ્વારા જે સાયબર ક્રાઇમ નાથવા માટેનો અભિયાન ઉપાડેલું છે તેમાં લોકોએ સહકાર આપવા અપીલ કરેલી હતી
ધોરાજી શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ગરચર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગોસાઈ તેમજ ધોરાજી ડિવિઝનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પી એસ આઇ વગેરે અધિકારીઓ દ્વારા રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ એએસપી સિમરન ભારદ્વાજનો અભિવાદન સાથે સ્વાગત કરેલું હતું
તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ વિગેરે દ્વારા રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ને આવકારી સન્માનિત કર્યા હતા
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
