<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

વિસાવદર વિધાનસભા મતક્ષેત્રનાં મહત્વનાં પાંચ પ્રશ્નોનાં ઉકેલ માટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત

માંગ પૂરી થયે તમાંમ આગેવાનો સાથે સરકારનો આભાર વ્યક્ત કરીશું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર વિધાનસભા મતક્ષેત્રનાં મહત્વનાં પાંચ પ્રશ્નોનાં ઉકેલ માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરી હતી. આવનારા રાજ્ય બજેટમાં વિસાવદરના વિકાસ માટે પાંચ મહત્ત્વપૂર્ણ માંગ સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. કહ્યું, માગ પૂરી થશે તો તમામ આગેવાનો સાથે આભાર વ્યક્ત કરીશું.
સ્વર્ણિમ સંકુલ, સચિવાલય ગાંધીનગર ખાતેથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવેલ કે આજરોજ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના વિવિધ આગેવાનો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને આવનારા બજેટમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની માંગણી સામેલ કરવા માટે રજૂઆત કરી છે. જે પાંચ માંગો આ પ્રમાણે છે. (૧) ભેંસાણ તાલુકામાં એક GIDC ચાલુ કરવામાં આવે.‌ (૨) વિસાવદર તાલુકામાં એક લાયબ્રેરી ખોલવામાં આવે. (૩) જૂનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગ એટલે કે એગ્રો ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવામાં આવે. (૪) સીમ (વાડી) વિસ્તારમાં રહેતા ખેડૂતોને રહેણાંક માટે ૨૪ જ્યોતિગ્રામ કનેક્શન આપવામાં આવે.‌(૫) કેરી પકવતા ખેડૂતોને પાક નુકશાનીમાં સમાવેશ કરવામાં આવે..આવનારા બજેટમાં અમારા મતવિસ્તારના લોકોની ઉપરોક્ત માંગણીઓ ધ્યાને લેવામાં આવે એવી આજદીન સરકારને (વિવિધ વિભાગને) રજૂઆત કરવામાં આવી છે.  આવનારા બજેટમાં વિસાવદર વિધાનસભાના મહત્વના પ્રોજેક્ટ્સ મંજૂર થાય એવી આશા સાથે જય કિસાનનાં નારા સાથે ઇટાલિયાએ અપેક્ષા વ્યક્ત કરી છે.

(7:29 PM IST)