<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મોરબીના લાતીપ્લોટમાં ૩૦ થી વધુ કાચા-પાકા દબાણો પર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું.

એક માસ પૂર્વે નોટીસ આપ્યા બાદ આજે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં ૦૪ માં ૩૦ જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ આપ્યા બાદ દબાણો હટાવવામાં નહિ આવતા આજે બુલડોઝર ફેરવી દબાણો દુર કરવામાં આવ્યા હતા.

    મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૪ આડી અને ઉભી શેરીમાં અનેક દબાણો કરવામાં આવ્યા છે શેરીમાં ૫ મીટર જેટલા દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જેથી ૩૦ જેટલા આસામીઓને ૧ માસ પૂર્વે નોટીસ આપી દબાણો દુર કરવા મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું જોકે દબાણો જેમના તેમ જોવા મળતા હતા જેથી આજે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીના માર્ગદર્શન હેઠળ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી લાતીપ્લોટ વિસ્તારમાં ડ્રેનેજ વોટર કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન નડતરરૂપ દબાણો પણ દુર કરવામાં આવ્યા હતા.
   ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે રોડ પર ૫ મીટર જેટલા દબાણો કરવામાં આવ્યા હતા મકાન અને ઓટલા સહિતના દબાણો આજે દુર કરવામાં આવ્યા છે એક મહિના અગાઉ ૩૦ આસામીઓને નોટીસ આપી હતી અને રોડ પરના દબાણો દુર કરવા જણાવ્યું હતું પરંતુ દુર કર્યા ના હતા જેથી આજે મહાપાલિકા ટીમે દબાણો દુર કર્યા છે.

(1:24 AM IST)