<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જેતપુરમાં સીટી કાઉન્‍સિલ દ્વારા ૧૮મો

સર્વે જ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્‍સવ યોજાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૯: શહેરની સામાજિક સંસ્‍થા સીટી કાઉન્‍સિલ દ્વારા પરંપરા મુજબ આ વર્ષે પણ જેતપુર ખાતેસર્વે જ્ઞાતિ શાહી સમૂહલગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્ર ના સાવજ, લડાયક અને કદાવર ખેડુત નેતા, સહકારીક્ષેત્ર ના ભીષ્‍મ પિતામહ, હજારો દીકરીઓને કન્‍યાદાન આપી પિતાતુલ્‍ય કાર્ય કરનાર, ગરીબ દીકરીઓને ઉચ્‍ચ શિક્ષણ આપી ઉજ્જવળ કારકિર્દી ઘડનાર, લોકપ્રિય સાંસદ એવા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની  પુણ્‍યસ્‍મળતિમાં તથા જેતપુર-જામકંડોરણાના લોકપ્રિય ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયાના સાથ-સહકાર અને માર્ગદર્શન હેઠળ સીટી કાઉન્‍સિલ દ્વારા આગામી તા. ૨૨/૨/૨૬ ને રવિવારના રોજ જાજરમાન સર્વજ્ઞાતિય શાહી સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓને  દાતાઓના સહકાર થી સોના, ચાંદીના દાગીના, કબાટ, સેટી સહિત અનેક ઘર વાપરાસની ચીજ વસ્‍તુઓ કરિયાવરમાં અપાશે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્‍છતા દીકરા દીકરીઓના વાલીએ ફોર્મ  દિનેશભાઈ જોષી- કણકિયા પ્‍લોટ, આદર્શ એજન્‍સી વાળી શેરી, ડો. અનીલ ઉંધાડ સાહેબની જૂની હોસ્‍પિટલ ઉપર, પ્રથમ માળ, દુકાન નંબર-૬,  મો. ૯૮૨૪૨ ૧૭૭૫૩, ખાતે થી  ફોર્મ મેળવી તા. ૩૧/૧/૨૬ સુધીમાં જમા કરાવવું. જેમાં વહેલા તે પહેલાનાં ધોરણે પસંદગી કરવામાં આવશે, સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા સિટી કાઉન્‍સિલના માર્ગદર્શક જયંતીભાઈ રામોલિયા, સંસ્‍થાના પ્રમુખ મનીષભાઈ પંડ્‍યા, વી.ડી.પટેલ, પ્રવીણભાઈ ગજેરા, પ્રવીણભાઈ નંદાણીયા તથા   તેમજ સેક્રેટરી વિનોદભાઈ કપુપરા તેમજ સંસ્‍થાનાં સર્વે મેમ્‍બરો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. વધુ વિગત માટે સવજીભાઇ બુટાણી, જનતા મેડિકો કણકિયા પ્‍લોટ, મો. ૯૮૨૪૧ ૫૪૩૩૬, પ્રવિણભાઈ નંદાણિયા, મો. ૯૩૭૭૧૪૬૬૫૫, પ્રવિણભાઈ ગજેરા દયાનંદ એન્‍જીન્‍યરિંગ, મો. ૯૮૯૮૧ ૬૪૪૪૬, યોગેશભાઈ શિંગાળા, પટેલ કંગન સ્‍ટોર, એમ.જી. રોડ, મો. ૯૮૨૫૬ ૬૮૬૩૫ નો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

(12:23 PM IST)