<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1,75,000 કટ્ટાની બમ્પર આવક : બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ : જુઓ વિડીયો

પુષ્કળ આવક થતા યાર્ડ ડુંગળી થી છલકાયું : સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત જિલ્લાઓના ખેડૂતો ડુંગળી લઈને યાર્ડમા વેચવા માટે પહોંચ્યા

ગોંડલ::ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે.યાર્ડમાં 1,75,000 કટ્ટાની બમ્પર આવક  થતા યાર્ડ ડુંગળી થી છલકાયું હતું.સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત જિલ્લાઓના ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ પહોંચ્યા છે.યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ રાખવામાં આવી છે.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:19 PM IST)