<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી ની વોટ ચોરી લડતના મુદ્દે જીત "અગાઉ કચ્છ જીલ્લા કોંગ્રેસે જે એક લાખ થી વધુ મતદારો કચ્છમા બોગસ છે તે વાત ખુદ કચ્છ જીલ્લા ના ચુંટણી પંચે સાબિત કરી : જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલનો દાવો સાચો સાબિત થયો: અધધધધધધ.. ૨.૧૪ લાખ બોગસ મતદારો નવી મતદાર યાદી માંથી બાકાત

હજુ પણ કામગીરી ની સમય મર્યાદા લંબાવી ને હજુ પણ મતદાર યાદી માં બોગસ મતદારો નો સમાવેશ થયેલ હોઈ તો તેને દુર કરીને નિસ્પક્ષ અને સ્વસ્થ ચુંટણી યોજે તેવી લાગણી : જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશ સહીત ગુજરાતમાં Special Intensive Revision (SIR) અંતર્ગત કચ્છ જીલ્લાની લોકસભા ક્ષેત્રમાં કુલ મતદારો ૧૬,૯૦,૫૮૪ મતદારો ૨૦૨૪ ની લોકસભા ચુંટણીની યાદી મુજબ હતા અને કુલ વસ્તી ૨૦,૫૬,૫૮૨ નાગરિકોની છે ચુંટણી પંચ દ્રારા (STR) ની કામગીરી થયા બાદ કુલ મતદાર ૧૬,૯૦,૫૮૪ માંથી ૧૪,૭૬,૪૯૩ મતદારોની કામગીરી જીલ્લા ના ચુંટણી અધિકારીશ્રીઓ એ પૂર્ણ કરી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા જે ગાઈડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી હતી જે અનુસાર કેટેગરી A,B,C,D,E મુજબ માહિતી પ્રસિદ્ધ કરવા ચુંટણી પંચ ને વિનતી છે તત્કાલીન આંકડા મુજબ ૧,૨૫,૮૮૫ લોકો નું સ્થળાંતર, તથા ૮૮,૧૧પ મતદારો મૃત્યુ તથા અન્ય કારણોસર બાદ કરવામાં આવેલ છે જેની કોપી રાજકીય પક્ષો ને આપવા તથા આપની વેબસાઈટ પર મુકવામા આવે.પત્રકાર પરિષદ માં જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલે દાવો સાચો સાબિત થયો હોવાનું જણાવ્યું હતું.

પત્રકાર પરિષદ માં જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલે વધુમાં જણાવ્યું કેકચ્છ જીલ્લો સરહદી તથા અંતરયાળ છે ત્યારે કચ્છ ૨૦૦૧ ના ભૂકંપ માં અસરગ્રસ્ત જીલ્લો બન્યો હતો ત્યારે વર્તમાન S 1 R ની કામગીરીમાં કુલ મતદારો ૧૪,૭૬,૪૯૩ માંથી ૨૦૦૨ ની SIR ની કામગીરીમાં ભૂકંપ ના કારણે મૃત્યુ, ઘાયલ, સ્થળાંતર તેમજ અગત્ય સરકારી પુરાવાનો ભૂકંપના કારણે નાશ થયો હતો જેથી કચ્છ માં ૨૫% થી ઉપરના મતદારોનું ૨૦૦૨ માં કોઈ પણ સરકારી પુરાવો મળી રહતો નથી જેથી એ બાબત સ્પસ્ટ થાય છે કે તા.૧૯/૧૨/૨૦૨૫ થી ૧૮/૦૨/૨૦૨૬ સુધી મતદાર કઈ રીતે પોતાનો મત અધિકાર સાબિત કરશે તે મોટો પ્રશ્ન છે? જેથી ૧૯૯૫ ની મતદાર યાદી અથવા તો ૨૦૦૨ માં તેમના પિત્રાઈ કુટુંબીજનોનું પુરાવો નોટીસ સમયે અસ્તિત્વમાં ગ્રાહ રાખવા વિનંતી છે તથા ચુંટણી પંચ ને અરજ છે કે ૨૦૦૨ ની યાદીમાં જેમના રેહઠાણ નો પુરાવો ૨૦૦૨ ની મતદાર યાદી માં નથી અને ૧૯૯૫ તથા તેમની અગાઉ ની યાદી માં સોસાયટી વિસ્તાર કે શહેરી ફળિયા નું નામ ૨૦૦૨ ની યાદી માં જાણવા મળેલ નથી તે મતદારો નું ફોર્મ આગળની યાદી માં જોઈ નામોને ગ્રાહ એ રાખવા વિનંતી છે તથા આવા ઘટિત બનાવોને સ્પેસીફોકેસન આપી સરકારી BLO દ્વારા રૂબરૂ નોટીશ પાઠવવામાં આવે.

 

વિધાનસભા વિસ્તાર ૧. અબડાસા ૨. માંડવી-મુંદ્રા ૩. ભુજ ૪. અંજાર ૫. ગાંધીધામ ૬. રાપર જે વિધાનસભા વિસ્તારોમાં મતદારો પરપ્રાંતીય, મજુરો, વિદેશી નાગરિકતા, અન્ય રાજ્ય માં રેહઠાણ ધરવતા મતદારો નો સમાવેશ અગાઉ ચુંટણી પંચ દ્વરા કરવા માં આવ્યો છે.

 

વિધાનસભા ૧- અબડાસા ૨,૩૨,૧૫૩ મતદારોને આપના વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે ત્યારે હજુ આ વિસ્તારમાં ૧૫ હાજર થી વધુ મતદારો અન્ય રાજ્ય માં રેહઠાણ તેમજ અન્ય રાજ્યના મતદાર તરીકે નામ દાખલ છે જેથી આ મતદારોની ફરી ચકાસણી કરવામા આવે.

 

વિધાનસભા વિસ્તાર ૩ - ભુજ ૨,૭૩,૧૭૭ મતદારોને આપના વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે ત્યારે હજુ આ વિસ્તારમાં ૯ હાજર થી વધુ મતદારો અન્ય રાજ્ય માં રેહઠાણ તેમજ અન્ય રાજ્યના મતદાર તરીકે નામ દાખલ છે ૧૯૯૫ તથા ૨૦૦૨ ની ચુંટણી પંચ ની યાદી મુજબ બન્ની, પછમ ખાવડા વિસ્તારમાં અદાણી, રિલાયન્સ, અર્ચીન, એગ્રોસેલ જેવા અનેક નાના-મોટા ઉદ્યોગો અસ્તિત્વ ના કારણે અહી પરપ્રાંતીય મતદારોની સંખ્યામાં તથા જેતે સમયના ૦૧ / ૦૨ બુથો ની સંખ્યા વર્તમાન માં ૧૨ થી ૧૫ થઇ ગઈ છે આ મતદારો કેવી રીતે કચ્છ માં મતદાર તરીકે નોંધાયા અને તેમનો મૂળ રાજ્ય માં મતદાર તરીકે નામ છે કે કેમ તેમની ઊંડાણ પૂર્વક ની ફરી ચકાસણી કરવામાં આવે તેવી માંગણી છે.

 

ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ધંધા અર્થે આવેલ ગુજરાત રાજ્યના તથા રાજ્ય બહારના લોકોના નામો ભુજ વિધાનસભાની યાદી માં નોંધાયેલ છે તેવા નામોની ચકાસણી કરવી કે તેમના નામ બે અલગ - અલગ જગ્યાએ નોધાયેલ નથીને? તેની તેમની ઊંડાણ પૂર્વક ની ફરી ચકાસણી કરવામાં આવે તેવી માંગણી છે.

 

વિધાનસભા વિસ્તાર ૪ - અંજાર વિસ્તારના મેઘપર બોરીચી ગામ મધ્યે ૨૦૦૨ માં માત્ર એક બુથ જ અસ્તિત્વ માં હતું ભૂકંપના પુનવર્સન ની કામગીરી બાદ આ વિસ્તારમાં ૨૮ બુથો નો વધારો થયો છે રાજ્ય ચુંટણી પણ તથા અમો સૌ સારી રીતે જાણીએ છીએ કે ૨૧ બુથો પર પરપ્રાંતીય લોકો અહી મતદાર તરીકે વસવાટ કરે છે. ત્યારે આ મતદારો બિહાર, યુપી, આંધ્રપ્રદેશ, ઓરીસા માં ચુંટણીઓ હોઈ છે ત્યારે આ લોકો મતદાન કરવા ત્યાં જઈ છે જેથી આ તમામ મતદારો ની ખરાઈ કરવા માંગણી છે.

વિધાનસભા વિસ્તાર ૫ - ગાંધીધામ જે મહાનગરપાલિકાનો દરજજો પામી છે ત્યારે ૫૧,૭૭૯ મતદારો ગાંધીધામ માંથી રદ કરવામાં આવ્યા છે ત્યારે ગાંધીધામ નગરપાલિકાના વિસ્તાર વોર્ડ નં. ૬ થી ૧૧ માં હજુ પણ પરપ્રાંતીય વસવાટ કરતા લોકો રહે છે ત્યારે આ વોર્ડ ઓ માં સરકારી BLO દ્વારા ફરી ચકાસણી કરવામાં આવે તથા અન્ય રાજ્ય માં નામ હોવા છતા ગાંધીધામ નગરપાલિકામાં આ નામો દુર કરવા આપ સાહેબને વિનંતી છે આ તમામ મુદ્દા ઓ કચ્છ ના મતદારોને સ્પર્શે તેવા છે આપની કક્ષા એ જો મતદાર કચ્છ સિવાય અન્ય જીલ્લા અથવા રાજ્યમાં નામ મળે તો તેણે ચુંટણી પંચ ને અયોગ્ય માહિતી સ્પષ્ટ કરી છે તે સાબિત થાય છે જેથી ચુંટણી પંચ ની ગાઈડલાઈન મુજબ આવુ કૃત્ય કરનાર કોઈ પણ મતદાર ની સામે ચુંટણી પંચ ની ગાઈડલાઈન મુજબ ફોજદારી ફરિયાદ કરવા આપ પાસે અપેક્ષા રાખીએ છીએ જેથી આવતા સમયમાં સ્વસ્થ નીસપક્ષ ચુંટણી પ્રક્રિયા થઇ શકે તેવી અપેક્ષા રાખીએ છીએ.

 

વિધાનસભા વિસ્તાર ૬ - રાપર માં પણ અમુક સમાજના નામી અનામી મતદારો મુંબઈ, બેંગ્લોર, રાજેસ્થાન તથા વિદેશી નાગરિકતા ધરાવતા મતદારો હજુ પણ પરિવારના એક સભ્ય એ ફોર્મ ભરી અહીં મતદાર તરીકે નામ યથાવત રાખ્યું છે જયારે સત્ય હકીકત એ છે કે આ મતદારો સ્થાનિક જેતે રાજ્યના મતદાર તરીકે યથાવત છે રાજ્ય ચુંટણી પંચ પાસે માંગણી છે કે આ મતદારો ની જેતે રાજ્ય અને ગુજરાત માં ખરાઈ કરવામાં આવે જેથી ખરી વાસ્તવિકતા સામે આવી શકે.

 

જો ૨.૧૪ લાખ બોગસ મતદારો સામે ૧,૨૫,૯૦૧ મતદાર તથા ૧૯,૬૭૫ મતદારો ગેરહાજર અને કોઈપણ પ્રકારનો રેહઠાણ પુરાવો મળેલ નથી આવા મતદારો ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૯, ૨૦૨૨, ૨૦૨૪ આમ તમામ ચુંટણી ઓ માં આ મતદારો મતદાન કરે જેથી આ ચુંટણી નિષ્પક્ષ અને સ્વસ્થ, પારદર્શિતા સાથે નથી થઈ તે વર્તમાન SIR ની પ્રક્રિયાએ સાબિત કર્યું.

 

કોંગ્રેસ પક્ષ કેન્દ્ર તથા રાજ્ય ચુંટણી પંચ ને વિનંતી કરે છે કે સવીધાનીક અને લોકશાહી પ્રક્રિયાને જીવંત રાખવા કોઈ પણ સતાધારી રાજકીય પક્ષ ના ઓઠા તળે ના આવી હજુ પણ કામગીરી ની સમય મર્યાદા લંબાવી ને હજુ પણ મતદાર યાદી માં બોગસ મતદારો નો સમાવેશ થયેલ હોઈ તો તેને દુર કરીને નિસ્પક્ષ અને સ્વસ્થ ચુંટણી યોજે તેવી લાગણી છે જેથી બંધારણીય અધિકાર તેમજ અખંડ ભારતની લોકશાહી જીવંત રાખી શકાય આ પત્રકાર પરિષદ માં રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, પુષ્પાબેન સોલંકી, એચ.એસ.આહીર, રાણુભા જાડેજા, કિશોરદાન ગઢવી, રાજેશ આહિર, આયશુબેન સમા, ખેતસીભાઈ ભાનુશાલી, પ્રવક્તા હુશેન રાયમા, અંજલિ ગોર સહીત ના આગેવાનો પત્રકાર પરિષદ માં હાજર રહ્યા હતા.

(4:27 PM IST)