<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન મોબાઇલ મળ્યો

સુરેન્દ્રનગર એસઓજીને મોટી સફળતા મળીઃસબ જેલના બેરક નંબર ૭ના બાથરૃમમાંથી આ મોબાઇલ મળી આવ્યો છે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજીને મોટી સફળતા મળી છે. સુરેન્દ્રનગર SOG દ્વારા ધ્રાંગધ્રા સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકિંગ દરમિયાન એક મોબાઈલ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા સબ જેલના બેરક નંબર ૭ના બાથરૃમમાંથી આ મોબાઇલ મળી આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર SOG દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે.ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર SOG દ્વારા ધ્રાંગધ્રાની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ધ્રાંગધ્રા સબ જેલના બેરક નંબર ૭ના બાથરૃમમાંથી મોબાઇલ ફોન મળી આવતા સબ જેલ સ્ટાફમાં સોપો પડી ગયો હતો.

અનેક વખત ધ્રાંગધ્રાની સબ જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોબાઈલ ફોન ઝડપી લીધો છે. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. હાલ પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:15 PM IST)