News of Saturday, 20th December 2025
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી મોટર સાઈકલની ચોરી
હેમડેકોર મેળોના ગ્રાઉન્ડમાંથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની મહેન્દ્રનગર ચોકડી હેમડેકોર મેળોના ગ્રાઉન્ડમાંથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા દીપેનભાઈ રમેશભાઈ વડાલીયા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટર સાઈકલ હીરો હોન્ડા સ્પેલ્ન્ડર પ્લસ જીજે ૦૩ એચડી ૧૩૦૨ કીમત રૂ.૨૦,૦૦૦ મહેન્દ્રનગર ચોકડી હોમડેકોર મેળાના ગ્રાઉન્ડમાંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
