<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મચ્છુ ૨ કેનાલની સફાઈ યોગ્ય રીતે કરવા, અધિકારી પર ખાતાકીય પગલા લેવા માંગ

શ્રી બગથળા ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીની મચ્છુ ૨ કેનાલની સફાઈ યોગ્ય રીતે કરવાની માંગ સાથે શ્રી બગથળા ગ્રામ પંચાયત દ્વાર સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે.

    રજૂઆતમાં જણાવ્યું હ્ચે કે બગથળા ગામની હદમાં આવતી મચ્છુ ૨ કેનાલની સફાઈ કરવાનું કામ ચાલુ છે કોન્ટ્રાકટર દ્વારા કેનાલની એક બાજુની સાઈડમાં સફાઈ કરવામાં આવી રહી છે બીજી બાજુની સાઈડ સફાઈ કરી નથી તેમજ બાવળ વગેરે દુર કરવામાં આવ્યા નથી જે બાબતે સિંચાઈ વિભાગના અધિક મદદનીશ ઈજનેરને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય કામ કરાયું નથી સફાઈ કામમાં પુરતી સફાઈ ન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે જેની યોગ્ય તપાસ કરી તમામ અધિકારી પર ખાતાકીય પગલા લેવા માંગ કરી છે અને કોન્ટ્રાકટરને ખોટા કામનું બીલ ના ચુકવવા શ્રી બગથળા ગ્રામ પંચાયતે માંગ કરી છે


 

(1:04 AM IST)