News of Saturday, 20th December 2025
ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની માળખાગત સુવિધાઓ ખાડે
ખખડધજ રોડ, લાઇટ, પાણી, ગંદકી, રખડતાં ઢોર, ભારે વાહનોની સમસ્યાઓથી લોકો ત્રસ્ત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇની દૂરંદેશીથી ભૂકંપ અસરગ્રસ્તો માટે બનાવાયેલ સુંદર વસાહત આજે સમસ્યાના ભરડામાં, સુધરાઈ અને ધારાસભ્ય સરકાર દ્વારા ફાળવાયેલ લોક સુવિધાની રકમ ખર્ચી સમસ્યાઓથી મુક્તિ અપાવે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: એક સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી ભૂકંપ અસરગ્રસ્તો માટે બનાવાયેલ ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની નાગરિક સુવિધાઓ નિહાળવા દેશ વિદેશના ઙ્કતિનિધિ મંડળો આવતા હતા. પરંતુ સુંદર ટાઉન પ્લાનિંગ સાથે વિકસિત થયેલ મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આજે માળખાગત સુવિધાઓ ખાડે ગઈ છે. મુન્દ્રા રિલોકેશન સાઇટ વિકાસ સમિતિ વતી આગેવાનો અરૂણભાઇ ઠક્કર, મહેન્દ્રસિંહ જાડેજા, નીતિનભાઇ ગોર, ધર્મેશ પરમાર દ્વારા જણાવાયા ઙ્કમાણે અહીં ત્રણ હજારથીએ વધુ પરિવારોના ૧૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. પરંતુ ખાડાઓ, કાંકરી અને ધૂળના ઢગલાઓને થકી રસ્તાઓની હાલત ખખડધજ છે. નો એન્ટ્રી બાદ પ્રમુખસ્વામી ચોકડી ઉપર ભારે ડમ્પરની અવરજવર વધી છે. રખડતા ઢોરો ને કારણે નાના મોટા અકસ્માત રોજિંદા બન્યા છે. વળી નિયમિત સફાઈનો અભાવ, બંધ રોડ લાઈટો અને અનિયમિત વોટર સપ્લાયથી લોકો રોજિંદી પરેશાની ભોગવી રહ્યા છે.
ભુજના વિકાસ માટે નવા રસ્તાઓ, નર્મદાના પીવાના પાણી તેમ જ સફાઈ માટે મોટી નાણાકીય રકમની ફાળવણી વિશે જાહેરાતો થાય છે. ત્યારે આ રકમ ખરેખર લોક સુવિધા અર્થે વિકાસ માટે ખર્ચાય એ દિશામાં થઈ રહેલ કામો અંગે તંત્ર દ્વારા મીડિયા મારફતે જાણકારી અપાય એ જરૂરી છે. આ દિશામાં ચીફ ઓફિસર તેમ જ સુધરાઈના હોદ્દેદારો શરૂ થનાર કામ અંગે તેમ જ કોન્ટ્રાક્ટ વિશે પૂરતી જાણકારી લોકો સુધી પહોંચાડે એ પ્રજાહિતમાં છે. શહેરના વિકાસ અર્થે જ્યારે ધારાસભ્યશ્રી પણ જાગળત છે ત્યારે લોકોની આ સમસ્યાઓ હલ કરવા અંગે યોગ્ય સંબંધિત તંત્રને નિર્દેશ આપે એવું રહેવાસીઓ ઇચ્છી રહ્યા છે
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
