<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ચોટીલાના આણંદપુર ઓપીમાં કથળતી કાયદો વ્‍યવસ્‍થાની રાવ સાથે ડે. કલેકટરને આવેદન

દારૂ, જુગાર, લુખ્‍ખાગીરી જેવી પ્રવળતિ પોલીસની રહેમ તળે ફૂલીફાલીના આક્ષેપભરી રજૂઆત : પોલીસના વલણ સામે વિરોધ : પગલા ભરવા માગણી

 

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૦: ચોટીલા તાલુકાનાં આણંદપુર ઓપી વિસ્‍તારમાં કાયદો વ્‍યવસ્‍થાની ખરાબ સ્‍થિતિ છે. દારૂ જુગાર અને લુખ્‍ખાગીરી સહિતની અસામાજિક પ્રવળતિઓએ માઝા મૂકી હોવાનો તેમજ પોલીસની હપ્તાખોરીના આક્ષેપ સાથે પીએસઆઇ ના વલણ સામે ઙ્કાત અધિકારી આવેદન પાઠવી સખ્‍ત વિરોધ નોંધાવી પગલા ભરવા માગણી કરતા પંથકમાં ચર્ચાનાોે વિષય બનેલ છે.

તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખના પતિ પીઠાભાઇ વાઘેલાની આગેવાની હેઠળ આણંદપુર વિસ્‍તારનાં ગામડાઓના સરપંચો અને ગ્રામ્‍ય અગ્રણીઓ ચોટીલા પ્રાત કચેરીએ દોડી આવ્‍યા હતા જેઓએ ડે. કલેકટર એચ. ટી. મકવાણા ને સંબોધિત લેખિત આવેદન પાઠવી ઓપીમાં કાયદો વ્‍યવસ્‍થા ની કથળેલ સ્‍થિતિ અંગે રજૂઆત કરી હતી.

આણંદપુર પંથકમાં અસામાજિક પ્રવળતિઓ જેવી કે દારૂ, જુગાર, મારામારી લુખ્‍ખાગીરી ફૂલીફાલી છે. બેન દિકરીઓ અસુરક્ષા અનુભવે છે. નાની મોલડી પો. સ્‍ટેરાન હેઠળનો વિસ્‍તાર છે. ઓપી માં મહિલા પીએસઆઇ ફરજ બજાવે છે. જેઓને ફોન દ્વારા રજૂઆત કરીએ તો અરજદારને ધાક ધમકી સાથે ધમકાવતા હોવાની તેમજ મહિલા છે ફોનમાં વાત કરવી નહીં અને ઉપર કોઈને જાણ કરશો તો ખોટા કેશમાં ફીટ થી દેવાની ધમકી આપતા હોવાના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લેખિત આક્ષેપ કરી આવેદન પાઠવ્‍યું છે.

ઓપી વિસ્‍તારના ગામો માં દારૂ જુગાર જેવી ઙ્કવળતિ ને કારણે બિહાર જેવી સ્‍થિતી છે પોલીસનાં હપ્તા રાજ ને કારણે અસામાજિકો અને માફીયા ને પોલીસનો ખોફ ન હોવાની રજૂઆત સાથે કડક કાર્યવાહી અને પગલા ભરવા માગણી કરતા તાલુકામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે.

(10:28 AM IST)